________________
શ્રી વિશેષાવશ્યક ભાષ્યમ્
ઉત્તર-૮૪૫ · કારણ કે નગરનાં નિવાસસ્થાન કરતાં તે વિમાનરૂપ નિવાસસ્થાનો વિશિષ્ટ પ્રકારનાં છે એટલે તેમાં રહેનારા દેવો પણ લોકો કરતાં વિલક્ષણ પ્રકારના હોવાથી પ્રત્યક્ષ નથી દેખાતા છતાં તેઓ વિદ્યમાન છે એમ સિદ્ધ થાય છે.
૭૦
વળી, જે નિવાસસ્થાન હોય તે રહેનારા સહિત જ હોય એમ એકાંત ન કહેવાય. કારણ કે શૂન્ય નિવાસસ્થાનમાં કોઈ રહેનારું હોતું નથી વળી જે નિવાસસ્થાન હોય છે તે હંમેશા શૂન્ય હોતું નથી. પણ ભૂત-ભાવિ કે વર્તમાનકાળમાં પણ તે સ્થાન રહેનારા વડે અવશ્ય અધિષ્ઠિત હોય છે, એટલે ગમે ત્યારે પણ તે વિમાનોમાં તે ચંદ્રાદિ દેવો રહેનારા હોય જ છે.
પ્રશ્ન-૮૪૬ – આ ચંદ્ર-સૂર્યના વિમાનો કોણ જાણે શું હશે ? જે સૂર્ય દેખાય છે તે કોઈ આગનો ગોળો હશે અને ચંદ્ર સ્વભાવથી જ સ્વચ્છ એવો કોઈ પાણીનો ગોળો હશે, અથવા એવા જ પ્રકારના કોઈ પ્રકાશવાળા રત્નના ગોળારૂપ એ જ્યોતિષી વિમાનો હશે, એટલે એ વિમાનો જ્યોતિષી દેવોનાં નિવાસસ્થાનો છે, એમ કેવી રીતે માની શકાય ?
ઉત્તર-૮૪૬ – વિદ્યાધરોને તપથી સિદ્ધ થયેલ વિમાનોની જેમ તે આકાશમાં ગતિ કરે છે તેથી નિઃસંશય એ રત્નમય એવાં વિમાનો જ છે, અને તે જ જ્યોતિષી દેવોનાં નિવાસસ્થાન છે.
પ્રશ્ન-૮૪૭ – એ વિમાનો જ્યોતિષીઓના નિવાસસ્થાન નથી પણ કોઈ માયાવીએ એ પ્રમાણે બનાવેલા હશે એવું નથી લાગતું ?
ઉત્તર-૮૪૭ – – ના, કારણ કે વચનમાત્રથી જ તે માયિક છે એમ સિદ્ધ કરી શકાય નહિ. છતાં વિવાદની ખાતર તે માયિક છે, એમ માની લઈએ, તો પણ તથા વિધિ માયા કરનાર કોઈ મનુષ્યાદિ નહિ પણ દેવો જ છે એમ સિદ્ધ થાય છે. જો કે તે વિમાનો માયાનો વિકાર નથી. કેમકે પ્રસિદ્ધ નગરાદિની જેમ હંમેશા ઉપલબ્ધ થાય છે અને જે માયિક વિકાર હોય છે. તે હંમેશા ઉપલબ્ધ થતા નથી. માટે તે દેવોના નિવાસસ્થાનરૂપ વિમાન છે એમ માન.
વળી, જેમ પોતે કરેલા અતિ પાપનું ફળ ભોગવનાર નારકીઓ છે તેમ પ્રકૃષ્ટ પુણ્યનું ફળ ભોગવનાર દેવો પણ છે એમ માનવામાં તને ક્યાં તકલીફ છે ?
પ્રશ્ન-૮૪૮ – અતિશય દુઃખી મનુષ્યો અને તિર્યંચ ઉત્કૃષ્ટ પાપનું ફળ ભોગવનારા છે અને અત્યંત સુખી મનુષ્યો ઉત્કૃષ્ટ પુણ્યનું ફળ ભોગવનારા છે તો દેવ-નારકની કલ્પના શા માટે ?
ઉત્તર-૮૪૮ આમ હોવાથી નારકીનો અભાવ નહીં કહી શકાય, કારણ કે ઉત્કૃષ્ટ પુણ્ય-પાપનું ફળ ભોગવનાર અત્યંત સુખી-દુઃખી હોય છે, તે રીતે અત્યંત સુખી-કે દુ:ખી
–