________________
શ્રી વિશેષાવશ્યક ભાષ્યમ્
જ અભાવ થવાથી બંધ-મોક્ષાદિ વ્યવહારનો સર્વથા અભાવ થાય. તેથી જેમ પાણી સિવાય માછલાની ગતિ નથી થતી તેમ જીવ પુગલોને ઉપગ્રહ કરનાર ધર્માસ્તિકાયાદિના અભાવે લોકબહાર ગતિ થતી નથી.
પ્રશ્ન-૮૪૧ – જેમાં રહેવાય તે સ્થાન કહેવાય એ વ્યુત્પત્તિથી સ્થાન શબ્દ અધિકરણ વાચી છે અને તેથી સિદ્ધનું સ્થાન તે સિદ્ધસ્થાન. એમ અર્થ માનીએ તો પર્વત અથવા વૃક્ષની ટોચથી જેમ દેવદત્તનું કે ફળનું પતન થાય છે તેમ સિદ્ધનું પણ તેના સ્થાનથી પતન થવું જોઈએ કારણ કે જેમ દરેકનું પોતાના સ્થાનથી પતન થાય છે તેમ સિદ્ધનું પણ પતન થવું જોઈએ ને?
ઉત્તર-૮૪૧ – એમ ન મનાય, કેમકે અહીં સિદ્ધનું સ્થાન એ વાક્યમાં કર્તાના અર્થમાં છઠ્ઠી વિભક્તિ છે તેથી સિદ્ધ જ્યાં અવસ્થિત રહે છે તે સ્થાન પરંતુ તે સિદ્ધથી જુદું સ્થાન ન સમજવું અથવા તે જુદુ માનીએ તો પણ સિદ્ધનું પતન થવું યોગ્ય નથી કારણ કે તે સ્થાન આકાશની જેમ નિત્ય હોવાથી તેનો વિનાશ ન થાય એટલે મુક્તનું પતન પણ ન થાય, કેમકે આત્માને પતનાદિ ક્રિયામાં કર્મ જ મુખ્ય કારણ છે અને તે મુક્તાત્માને નથી. એટલે પતન ન જ થાય.
વળી “સ્વસ્થાનથી પતન” એમ જે કહ્યું છે તે સ્વવચનવિરૂદ્ધ છે. કારણ કે અસ્થાનથી પતન થાય, પણ સ્થાનથી પતન ન થાય. જો સ્થાનથી પણ પતન માનીએ તો આકાશ વગેરેને પણ પોતાના નિત્ય સ્થાનથી પતન પ્રાપ્ત થાય. પણ એવું થતું નથી.
પ્રશ્ન-૮૪ર – જો સંસારમાંથી જ સર્વ જીવો મુક્ત થયેલા છે તો પછી સર્વ સિદ્ધાત્માઓમાંથી અવશ્ય કોઈ પણ એક સિદ્ધ સર્વથી પ્રથમ સિદ્ધ થયેલ હોવો જોઈએ ને?
ઉત્તર-૮૪૨– એવી શંકા ન કરવી, કારણ કે જેમ સર્વ શરીરો અને સર્વ રાત્રિ-દિવસો આદિમાનું છે પરંતુ કાળ અનાદિ હોવાથી અમુક આઘશરીર છે અને અમુક આદ્ય અહોરાત્રિ છે એ જાણી શકાતું નથી તેમ કાળ અનાદિ હોવાથી આદ્ય સિદ્ધ કોણ ? એ પણ જાણી શકાતું નથી.
પ્રશ્ન-૮૪૩ – સિદ્ધક્ષેત્ર તો પરિમિત છે એમાં અનંતા સિદ્ધોનો સમાવેશ કઈ રીતે થઈ શકે?
ઉત્તર-૮૪૩ – સિદ્ધો અમૂર્ત હોવાથી અનંતા હોવા છતાં તેમાં સમાય છે. જેમ દરેક દ્રવ્ય ઉપર અનંતા સિદ્ધોના અનંત જ્ઞાન-દર્શનનો પ્રકાશ પડે છે, અથવા એક જ નર્તકી ઉપર હજારોની દૃષ્ટિ પડે છે તથા એક ઓરડામાં જેમ ઘણા દિવાઓની પ્રભા સમાઈ જાય