________________
E9
ગુજરાતી પ્રશ્નોત્તર તે કામણ શરીર સિવાય અન્ય કાંઈ સંભવતું નથી, જો એ રીતે કાર્મણ શરીર, બાહ્ય શરીરના હેતુપણે વપરાતું હોય તેના પરિસ્પંદનો પણ કોઈ અન્ય હેતુ હોવો જોઈએ, તેનો પણ બીજો હેતુ હોવો જોઈએ આમ, છેવટે અનવસ્થા જ થશે.
પ્રશ્ન-૮૩૬ – એ અદૃષ્ટ કાર્મણ શરીરનો પરિસ્પદ અન્ય હેતુ સિવાય સ્વભાવથી જ પ્રવર્તે છે તેથી અનવસ્થા દોષ ક્યાં રહેશે?
ઉત્તર-૮૩૬ – તો એ રીતે બાહ્ય દશ્ય શરીરનો પણ પરિસ્પદ સ્વભાવથી જ પ્રવર્તશે. માટે અદષ્ટ કાર્મણ શરીરની કલ્પના કરવાની શી જરૂર છે?
પ્રશ્ન-૮૩૭– તો ભલેને એ રીતે સ્વભાવથી પરિસ્પદ થાય શું વાંધો છે હું તો એ માનું જ છું?
ઉત્તર-૮૩૭– એમ ન થાય, કારણ કે અચેતન પદાર્થને એ પ્રમાણે પ્રતિનિયત વિશિષ્ટ પ્રકારનો પરિસ્પદ સ્વભાવથી ન થઈ શકે. કેમકે, “જે અન્ય હેતુની અપેક્ષા સિવાયનો હોય તે નિત્ય વિદ્યમાન હોય અથવા નિત્ય અવિદ્યમાન હોય છે.” માટે કર્મ વિશિષ્ટ આત્મા જ પ્રતિનિયત દેહપરિસ્પંદમાં હેતુ છે. તેથી તે સક્રિય છે એમ માનવું જ યોગ્ય છે.
પ્રશ્ન-૮૩૮ – ભલે, તમારા કહેવા પ્રમાણે સંસારી જીવને તેવી ક્રિયા હોવાથી સક્રિય હો, પરંતુ કર્મ રહિત મુક્તાત્માને તે ક્રિયા કઈ રીતે હોઈ શકે?
ઉત્તર-૮૩૮ – જેમ મુક્તાત્માને સિદ્ધગતિના પરિણામથી સિદ્ધપણું પ્રાપ્ત થાય છે તેમ તે સક્રિય પણ છે.
પ્રશ્ન-૮૩૯ – સિદ્ધ ક્ષેત્રની આગળ પણ મુક્તાત્માની ગતિક્રિયા કેમ નથી થતી?
ઉત્તર-૮૩૯ – સિદ્ધ ક્ષેત્રની આગળ ધર્માસ્તિકાયનો અભાવ છે. માટે તે ધર્માસ્તિકાય જીવો અને પુદ્ગલોને ગતિક્રિયામાં ઉપકાર કરનાર છે, અને તે લોકમાં જ છે, પણ અલોકમાં નથી. વળી જેમ ઘટનો પ્રતિપક્ષી અઘટ છે તેમ શુદ્ધપદ હોવાથી લોકનો પ્રતિપક્ષી અલોક છે.
પ્રશ્ન-૮૪૦ – તો એ અલોક ઘટપટાદિ છે એમ માનો ને?
ઉત્તર-૮૪૦ – ના, કારણ કે નિષેધથી તેના અનુરૂપ પદાર્થની જ કલ્પના થાય છે. ધર્માસ્તિકાય અને અધર્માસ્તિકાય એ બે દ્રવ્યો લોકના નિયામક છે નહિ તો સર્વત્ર આકાશ દ્રવ્યની હાજરી સમાન હોવાથી “આ લોક છે અને આ અલોક છે' એવો ભેદ ક્યાંથી થાય? લોકવિભાગના અભાવે પ્રતિઘાતના અભાવથી ગતિ અને અવસ્થાન ન થાય એથી સંબંધનો