________________
૬૬
શ્રી વિશેષાવશ્યક ભાષ્યમ્ પ્રશ્ન-૮૩ર – કર્મ રહિત જીવની આટલી દૂર આ ક્ષેત્રમાંથી ત્યાં સુધી ગતિ કઈ રીતે થાય? કેમકે જીવની સર્વ ચેષ્ટાઓ કર્માધીન હોય છે, કર્મ રહિત જીવને વિહાયોગતિ વગેરે કર્મના અભાવે એવી ગતિચેષ્ટા કઈ રીતે થઈ શકે ?
ઉત્તર-૮૩ર – મિડિક ! કર્મનો ક્ષય થવાથી જેમ આત્મા અપૂર્વ સિદ્ધત્વમાં પરિણામ પામે છે તેમ કર્મના અભાવે લઘુતા પ્રાપ્ત થવાથી આત્મા એક જ સમયમાં એવી ગતિ કરે છે, વળી જેમ તુંબડું-એરંડફળ-અગ્નિ-ધૂમ તથા ધનુષ્યમાંથી છૂટેલું તીર, પૂર્વ પ્રયોગાદિથી ગતિ કરે છે તેમ મુક્ત આત્મા પણ પૂર્વપ્રયોગાદિથી ગતિ કરે છે.
પ્રશ્ન-૮૩૩ – ભગવન્! આકાશ-કાળ વગેરે અમૂર્ત પદાર્થો નિષ્ક્રિય છે એમ પ્રસિદ્ધ છતાં તમે કયો પદાર્થ અરૂપી છતાં સક્રિય જોયો છે, કે જેથી તમે અરૂપી આત્માને સક્રિય કહો છો?
ઉત્તર-૮૩૩ – તારી માન્યતા બરાબર નથી. તું બતાવ કે જગતમાં અમૂર્ત હોય અને સચેતન હોય એવી બીજી કઈ વસ્તુ તે જોઈ છે કે જેથી તું અમૂર્ત આત્માને સચેતન માને છે? જેમ આકાશ અમૂર્ત હોવાથી અચેતન છે તેમ આત્મા પણ અમૂર્ત હોવાથી અચેતન હોવો જોઈએ પણ એવું નથી. ભલે અમૂર્તત્વન આત્મા આકાશાદિ સમાન છે પણ તેને ચૈતન્યરૂપ વિશેષ ધર્મ છે તો તેવી જ રીતે ક્રિયા પણ વિશેષ ધર્મ હોય તો શો વાંધો છે? અથવા કુંભાર જેમ કર્તા-ભોક્તાદિ સ્વરૂપ હોવાથી સક્રિય છે તેમ આત્મા પણ માનવો. અથવા યંત્ર પુરૂષની જેમ દેહમાં પ્રત્યક્ષ રીતે હલન-ચલન જણાતું હોવાથી આત્મા સક્રિય છે.
પ્રશ્ન-૮૩૪ – દેહપરિસ્પંદમાં આત્માનો પ્રત્યય હેતુ છે, પણ કોઈ ક્રિયા હેતુભૂત નથી માટે આત્માને સક્રિય કઈ રીતે કહી શકાય?
ઉત્તર-૮૩૪ - જો આત્મા અક્રિય હોય તો આકાશની જેમ તેમાં પણ તે પ્રયત્ન ન હોઈ શકે માટે આત્મા સક્રિય જ છે, વળી અમૂર્ત પ્રયત્ન દેહપરિસ્પંદમાં હેતુભૂત છે એમ માનવામાં અન્ય કયો હેતુ છે? અને અન્ય હેતુની અપેક્ષા સિવાય સ્વતઃ આ પ્રયત્ન જ દેહપરિસ્પંદમાં હેતુ છે એમ કહે તો એ પ્રમાણે આત્મા પણ દેહ પરિસ્પંદમાં હેતુ થઈ શકશે તો વચમાં ફોગટ પ્રયત્નને માનવાથી શું ફાયદો?
પ્રશ્ન-૮૩૫ – દેહપરિસ્પંદમાં બીજો કોઈ અદષ્ટ હેતુ માનશું પણ આત્મા નિષ્ક્રિય હોવાથી તેને હેતુ તરીકે કઈ રીતે માનવો?
ઉત્તર-૮૩૫– હું તને પૂછું છું કે એ અદષ્ટ મૂર્ત છે કે અમૂર્ત? જો અમૂર્ત હોય તો આત્મા પણ અમૂર્ત હોવાથી તેને પણ દેહપરિસ્પંદમાં હેતુભૂત માન, અને જો એ અદષ્ટ મૂર્ત હોય તો