________________
૬૫
ગુજરાતી પ્રશ્નોત્તર પણ કરતો નથી. કેમકે તે પણ આકાશની જેમ નિત્ય છે. માટે મોક્ષકૃતક નથી એટલે અનિત્ય પણ નથી. જો કે કથંચિત્ એ અનિત્ય પણ છે કેમકે દ્રવ્ય અને પર્યાયરૂપે સર્વ વસ્તુ નિત્યાનિત્ય છે.
પ્રશ્ન-૮૨૮– જીવે જે કર્મપુદ્ગલો ક્ષય કરીને છોડી દીધાં છે તે લોકમાં જ રહે છે. તેથી જેમ ઘટરૂપથી છૂટા પડેલા આકાશને ઘટ વિનાશથી તેના કપાલાદિ પુદ્ગલોનો સંયોગ રહેલો છે એમ આત્માને પણ ક્ષય પામેલા કર્મપુદ્ગલોનો સંયોગ છે તેથી તો ફરી બંધ થશે ને?
ઉત્તર-૮૨૮ - નહિ થાય. નિરપરાધી પુરુષની જેમ મુક્તાત્મા બંધ કારણના અભાવે ફરી કર્મથી બંધાતો નથી. કેમકે મન-વચન-કાયારૂપ યોગ વગેરે બંધના હેતુઓ શરીરના અભાવે મુક્તાત્માને નથી હોતા. વળી જેમ બીજના અભાવે અંકુર નથી થતો તેમ મુક્તાત્માને પુનર્જન્મ થતો નથી. અહીં બીજ એટલે કર્મ અને તે કર્મરૂપ બીજ મુક્તાત્માને ન હોવાથી ભવોત્પત્તિરૂપ અંકુર થતો નથી. માટે તે મુક્તાત્મા નિત્ય છે.
પ્રશ્ન-૮૨૯ – તે મુક્તાત્મા દ્રવ્ય સ્વરૂપ અને અમૂર્ત હોવાથી આકાશની જેમ દ્રવ્યપણે નિત્ય થયો એટલે આત્મા સર્વગત છે એમ જ માનવું ને?
ઉત્તર-૮૨૯ – ના, એ પક્ષ અનુમાનથી બાધિત થાય છે. (જેમકે દ્રવ્ય સ્વરૂપ અમૂર્ત આકાશ દ્રવ્યપણે નિત્ય છે, તેમ સર્વગત પણ છે, એવી જ રીતે આત્મા પણ સર્વગત સિદ્ધ થશે એમ કહેવાથી એ હેતુ વિપરિત ધર્મની સિદ્ધિ કરે છે તેથી તે વિરૂદ્ધ છે. જેમકે કુંભાર કર્તા હોવાથી અસર્વગત છે તેમ આત્મા પણ કર્યા હોવાથી અસર્વગત છે. અહીં આત્માનું કર્તુત્વ બરાબર છે જો તે ન માનો તો તેમાં ભોıત્વ વગેરે ધર્મો ન ઘટે. પ્રશ્ન-૮૩૦ – તો મુક્તાત્મા એકાંત નિત્ય છે એવો આગ્રહ શા માટે રાખવો?
ઉત્તર-૮૩૦-એકાંતાનિત્યવાદીને બોલતા બંધ કરવા જ અમે આત્માને નિત્ય કહ્યો છે. વસ્તુતઃ જૈન દર્શનના મતે સર્વ પદાર્થ ઉત્પત્તિ-સ્થિતિ અને વિનાશરૂપ છે. ફક્ત અન્ય-અન્ય પર્યાય માત્રની અપેક્ષાએ જ અનિત્યાદિનો વ્યવહાર થાય છે. જેમકે ઘટરૂપ પદાર્થ પૂર્વ માટીના પિંડના પર્યાયરૂપે નાશ પામે છે. ઘટરૂપ પર્યાયપણે ઉત્પન્ન થાય છે. માટીરૂપ દ્રવ્યપણે અવસ્થિત રહે છે, એ પ્રમાણે મુક્તાત્મા પણ સંસારીરૂપે નાશ પામે છે. સિદ્ધપણે ઉત્પન્ન થાય છે અને ઉપયોગાદિરૂપ જીવપણે અવસ્થિત રહે છે. એમ ફક્ત પર્યાયાન્તરની મુખ્યતાએ જ અનિત્યાદિનો વ્યવહાર કરાય છે.
પ્રશ્ન-૮૩૧ – એ મુક્તાત્માઓ ક્યાં રહે છે? ઉત્તર-૮૩૧ – લોકના અગ્રભાગે સિદ્ધશિલા ઉપર રહે છે.
ભાગ-૨/૬