________________
૫૬
શ્રી વિશેષાવશ્યક ભાષ્યમ્ ઉત્તર-૮૦૬ – હમણાં તો જણાવ્યું કે શસ્ત્રો પહત પૃથ્યાદિ જીવ અચેતન છે, એટલે અકૃત-અકારિતાદિ આહારાદિનો પરિભોગ કરતા હોવાથી સંયમીઓને વ્રત પાલનમાં કાંઈ હરકત નથી. વળી “લોક જીવોથી વ્યાપ્ત છે. એટલા માત્રથી હિંસા સંભવતી નથી, વળી ઘાતક છે' એટલા ઉપરથી જ હિંસક ન કહેવાય, તેમજ અઘાતક હોવા છતાં પણ નિશ્ચયનયના મતે અહિંસક નથી તથા “અલ્પ જીવ છે' એટલા ઉપરથી પણ અહિંસક નથી. તેમજ “જીવોથી વ્યાપ્ત છેએટલા ઉપરથી હિંસક છે, એમ પણ ન કહેવાય. રાજાદિના ઘાતની ચેષ્ટા કરનારની જેમ દુષ્ટ અધ્યવસાયથી કોઈને માર્યા વિના પણ હિંસક છે. અને શુદ્ધ અધ્યવસાયથી વૈદ્યની જેમ બીજાને પીડા કરવા છતાં અહિંસક છે. કારણ કે પંચસમિતિ અને ત્રણ ગુપ્તિવાળા જ્ઞાની પુરુષથી કદાચ હિંસા થઈ જાય, તો પણ અહિંસક છે, અને જે તેવા અધ્યવસાયથી વિપરિત પરિણામવાળો હોય તો તે હિંસક જ છે.
કારણ કે રાગ-દ્વેષરહિત વીતરાગ દેવને જેમ શબ્દાદિ ઇષ્ટ વિષયો પ્રીતિજનક થતા નથી. અથવા જેમ શુદ્ધાત્માને માતા સ્વરૂપ વતી છતાં તેના પર વિષયાભિલાષ થતો નથી. તેમ શુદ્ધ પરિણામી જયણાયુક્ત મુનિને જીવઘાત થયા છતાં તે હિંસાનું કારણ થતો નથી. માટે બાહ્ય નિમિત્ત અશુભ પરિણામ ઉત્પન્ન કરવામાં અનેકાન્તિક છે.
એટલે વ્યક્ત ! પૃથ્યાદિ પાંચ ભૂતો છે, એમ માન. વળી “સ્વનો, વૈ સનમ્" આ સ્વપ્ન જેવું બધું છે. વગેરે વેદપદોથી જે કહ્યું છે ભવભયથી ઉદ્વિગ્ન ભવ્યજીવોને સ્ત્રી આદિની અસારતા જણાવીને તેવા આત્માઓને આસક્તિ ત્યાગ કરી મોક્ષ માટે પ્રયત્ન કરે, આમ તું તારા મનનો સંશય દૂર કરી પાંચ ભૂતોનો સ્વીકાર કર.
૫) સુધર્મ ગણધર - જે આ ભવમાં જેવો છે તે પરભવમાં તેવો જ થાય કે કેમ?
“પુરુષો વૈ પુરુષત્વમળ્યુતે, શિવ: પશુવૈએટલે પુરુષ મરીને પુરુષ થાય છે અને પશુઓ મરીને પશુ થાય છે, તથા “શુIIનો વૈ |ષ નાતે યઃ પુરીષો રાતે” જેને વિષ્ટા સહિત બાળવામાં આવે છે. તે શિયાળ થાય છે. આવા વિરુદ્ધ વેદપદોના ભણવાથી તને સંશય થયો છે કે જે આ ભવમાં જેવો છે તેવો જ થાય કે નહિ? તારો આ સંશય અયોગ્ય છે. કેમકે તું વેદપદોનો અર્થ બરાબર સમજ્યો નથી.
જેવું કારણ હોય તેવું કાર્ય હોય છે, કેમકે જેવું બીજ હોય તેવો અંકુર થાય છે, તે જ રીતે પૂર્વજન્મ આગળના ભવનું કારણ છે એટલે જેવો આ જન્મ છે તેવો જ પુરુષાદિ સર્વ જન્મ પરભવમાં થતો હોવો જોઈએ. તારી આ માન્યતા છે તે બરાબર નથી. કારણ કે શિંગડાથી પણ શરગટ નામની વનસ્પતિ થાય છે, સરસવના અનુલેપથી ભૂતૃણ નામનું ઘાસ થાય છે.