________________
ગુજરાતી પ્રશ્નોત્તર
૬૧ નથી. કેમકે તેના કારણભૂત કર્મનો જ તેને અભાવ છે. આ પદો બંધ-મોક્ષ પ્રતિપાદન કરનારા છે. આમ પરસ્પર વિરૂદ્ધ અર્થ બતાવનારા વેદપદો સાંભળીને તને સંશય થયો છે તે અયોગ્ય છે. તે પદોનો સત્ય અર્થ તું સાંભળ.
પ્રશ્ન-૮૧૪– જીવનો જો કર્મની સાથે સંબંધ હોય તો તે આદિવાળો છે કે અનાદિ છે? જો આદિવાળો હોય તો પહેલાં જીવ પછી કર્મ ઉત્પન્ન થાય? પહેલા કર્મ પછી જીવ ઉત્પન્ન થાય? કે બંને સાથે જ ઉત્પન્ન થાય? જો પહેલું માનો તો બરાબર નથી. કેમકે કર્મની સત્તા જ પહેલાં ન હોવાથી ખરશિંગની જેમ હેતુ વિના સંસારીપણે આત્માની ઉત્પત્તિ સંભવે નહિ, જે કારણ વિના ઉત્પન્ન થાય છે તેનો નાશ પણ કારણ વિના થાય છે. કર્મની પહેલાં આત્મા અનાદિકાળથી સિદ્ધ છે. એમાં સહેતુક-નિહેતુકની ચિંતા શા માટે કરવી? એમ તમે માનો તો આત્માનો કારણ વિના આકાશની જેમ કર્મનો બંધ નહિ ઘટે, એવો બંધ માનો તો મુક્તાત્માને પણ ફરીથી બંધ થશે એટલે કર્મ બંધ થવાથી મોક્ષનો જ અભાવ થશે અથવા કર્મ બંધના અભાવે આત્મા નિત્ય મુક્ત કહેવાશે અથવા કર્મબંધના અભાવે અબદ્ધ આકાશની જેમ અબદ્ધ આત્માને પણ મોક્ષનો વ્યવહાર નહિ કરાય.
બીજી રીતે જીવની પહેલાં પણ કર્મની ઉત્પત્તિ નહિ ઘટે. કારણ કે કર્મ બન્યું ત્યારે તેના કિર્તા આત્માનો અભાવ હોય છે. કર્તા સિવાય કર્મ ન હોઈ શકે. ત્રીજી ઉક્તિ - જો કર્મ અને જીવ બંને સાથે ઉત્પન્ન થાય છે એમ કહો તો એક સાથે ઉત્પન્ન થતા ગાયના શિંગડાની જેમ જીવ અને કર્મની એક સાથે ઉત્પત્તિમાં કર્તા અને કર્મનો વ્યવહાર પણ નહિ ઘટે. જો જીવ અને કર્મનો સંયોગ અનાદિ માનો તો મોક્ષ પણ નહિ ઘટે. કેમકે, જીવ અને આકાશના સંબંધની જેમ જે વસ્તુ અનાદિ હોય છે તેનો અંત નથી થતો. એમ કર્મ પણ જીવથી કદી દૂર નહિ થાય. એટલે મોક્ષનો અભાવ થશે. એટલે યુક્તિઓપૂર્વક પણ બંધ-મોક્ષ છે એવું ક્યાં સિદ્ધ થાય છે?
ઉત્તર-૮૧૪ – મંડિક ! બીજ અને અંકુરની જેમ શરીર અને કર્મનો પરસ્પર હેતુહેતુમદ્ભાવ હોવાથી તેઓ અનાદિ સંતાન છે. કેમકે શરીર આગામી ભવના કર્મનું કારણ છે અને અતીત ભવના કર્મનું કાર્ય છે. તે રીતે અનાદિ સંસારમાં જે જે આગામી શરીરનું કારણ અને અતીત શરીરનું કાર્ય છે તે શરીર અને કર્મનો અનાદિ સંતાનો છે. જેમ દંડાદિકરણયુક્ત કુંભાર ઘટનો કર્યા છે તેમ કર્મરૂપ કરણયુક્ત જ જીવ કર્મનો કર્યા છે એ રીતે શરીરનો કર્તા પણ આત્મા છે.
પ્રશ્ન-૮૧૫ – કર્મ તો અતીન્દ્રિય છે તેને કરણ કઈ રીતે કહેવાય?
ઉત્તર-૮૧૫ - ઘટાદિની જેમ શરીરાદિ કૃતક છે એટલે તેનું કોઈ કરણ છે, એ કરણ એ કર્મ જ છે. અથવા કુંભાર અને ઘટની જેમ આત્મા અને શરીરનું જે જે કરણ છે તે કર્મ