________________
૬૨
શ્રી વિશેષાવશ્યક ભાષ્યમ્
જ છે. આમ, શરીરાદિ કાર્યથી તે કર્મની સિદ્ધિ છે વળી, દાન-કૃષિ આદિ ક્રિયાઓ ચેતન દ્વારા આરંભેલી હોવાથી ફળવાળી છે તેનું ફળ કર્મ છે. આમ, ક્રિયાના ફળથી પણ કર્મની સિદ્ધિ છે.
વળી, જે અનાદિ સંતાન હોય તે અનંત જ હોય એમ એકાંતે ન કહી શકાય કારણ કે બીજ અને અંકુરનો અનાદિ સંતાન છતાં પણ તેનો અંત જણાય છે. વળી બીજ અને અંકુરમાંથી કોઈ પણ એક વસ્તુ કાર્ય ઉત્પન્ન કર્યા વિના નાશ પામે તો તેમાં સંતાન પરંપરા પણ નાશ પામે છે. એ રીતે કુકડી અને ઇંડામાં, પિતા અને પુત્રમાં પણ સમજવું. અથવા સુવર્ણ અને ઉપલનો અનાદિકાળથી ચાલ્યો આવતો સંયોગ અગ્નિ આદિના તાપથી દૂર કરાય છે તેમ, જીવ અને કર્મનો સંયોગ દૂર કરાય છે તેથી મોક્ષ થાય છે.
પ્રશ્ન-૮૧૬ – જીવ અને કર્મનો પરસ્પર સંબંધ જીવ અને આકાશની જેમ અનાદિઅનંત છે? કે સુવર્ણ-ઉપલની જેમ અનાદિ સાંત છે?
ઉત્તર-૮૧૬ – બંને પ્રકારના સંબંધમાં કોઈ વિરોધ નથી. પહેલો સંબંધ અભવ્યોને છે જ્યારે બીજો અનાદિ-સાંત સંબંધ ભવ્ય જીવોને છે.
પ્રશ્ન-૮૧૭– જીવત્વ સર્વમાં સમાન છતાં ભવ્ય અને અભિવ્યમાં તફાવત કેવો? જીવત્વ સમાન છતાં નરક અને તિર્યંચમાં જેમ તફાવત છે તેમ ભવ્ય-અભવ્યપણારૂપ તફાવત પણ છે. એમ તમે કહી નહિ શકો કેમકે નરકારિત્વનો તફાવત કર્મજનિત છે. સ્વાભાવિક નથી તે રીતે ભવ્યાભવ્યત્વનો તફાવત પણ કર્મભનિત હોય તો કાંઈ વિરોધ નથી પણ તમે એ તફાવત સ્વાભાવિક છે એમ કહો છો એટલે સંદેહ થવાનો જ ને ?
ઉત્તર-૮૧૭ – જેમ જીવ અને આકાશમાં દ્રવ્યત્વ-સત્ત્વ-પ્રમેયત્વ-જ્ઞેયત્વ વગેરે ધર્મો સમાન હોવા છતાં તેમાં જીવત્વ અને અજીવવાદિ ભેદ સ્વાભાવિક છે. તેમ જીવોમાં પણ જીવત્વ સમાન હોવા છતાં એ ભવ્ય-અભવ્યત્વનો ભેદ છે.
પ્રશ્ન-૮૧૮– જો એ રીતે ભવ્યભાવ જીવતની જેમ સ્વાભાવિક હોય તો તે ભવ્યભાવ નિત્ય-અવિનાશી થશે અને તેવા ભવ્યભાવમાં મોક્ષ નહિ થાય. કેમકે સિદ્ધના જીવો ભવ્ય નથી અને અભવ્ય પણ નથી. માટે તે અવિનાશી ભવ્યો મોક્ષ માટે અયોગ્ય જ થશે ને?
ઉત્તર-૮૧૮– એમ ન કહેવાય, કેમકે જેમ ઘટનો પૂર્વ અભાવ અનાદિ સ્વભાવવાળો છે છતાં ઘટની ઉત્પત્તિ સમયે તેનો નાશ જણાય છે, તેમ જ્ઞાન-ક્રિયા વડે અનાદિ સ્વભાવવાળા ભવ્યભાવનો નાશ થાય છે.
પ્રશ્ન-૮૧૯ – ઘટના પૂર્વાભાવને ઉદાહરણ તરીકે કઈ રીતે લેવાય કેમ કે તે અભાવ સ્વરૂપ હોવાથી ગધેડાના શીંગડાની જેમ અવસ્તુરૂપ છે?