________________
શ્રી વિશેષાવશ્યક ભાષ્યમ્
પ્રશ્ન-૮૧૦
જેમ માટીના પિંડાદિ કારણને અનુરૂપ ઘટાદિ કાર્ય કર્મ વિના પણ સ્વસ્વભાવતઃ જ ઉત્પન્ન થાય છે, તેમ સદેશ પ્રાણીઓના જન્મની પરંપરારૂપ ભવ પણ સ્વભાવથી જ કેમ ન થાય ?
૫૮
ઉત્તર-૮૧૦ – અરે ભાઈ, ઘટરૂપ કાર્ય કાંઈ સ્વભાવથી જ થતું નથી. તેને પણ કર્તાકરણાદિની અપેક્ષા છે. તેમ, અહીં પણ શરીરરૂપ કાર્યના કર્તા અને કરણ હોય છે, જેમ કુંભાર અને ઘટથી ચક્રાદિ સાધન ભિન્ન જણાય છે તેમ શરીરાદિરૂપ કાર્યથી તે કાર્યનો કરનાર આત્મા કર્તા છે અને તેમાં કરણ તરીકે શરીર અને આત્માથી ભિન્ન એવું કર્મ છે.
પ્રશ્ન-૮૧૧
ભલે ઘટાદિ કાર્ય પ્રત્યક્ષ સિદ્ધ હોવાથી કુંભાર વગેરે તેના કર્તા-કરણ આદિ હોય, પણ પરભવનાં શરીરાદિ કાર્ય તો વાદળાદિના વિકારની જેમ સ્વભાવથી જ થાય છે, એમાં તો કર્માદિરૂપ કરણ ક્યાં જણાય છે ?
F
ઉત્તર-૮૧૧ – તારી વાત યોગ્ય નથી. કારણ કે ઘટની જેમ શરીરાદિ જે કાર્ય છે તે આદિમાન અને પ્રતિનિયત આકારવાળું હોવાથી સ્વાભાવિક નથી. વળી “કારણના જેવું જ કાર્ય થાય” એમ માનીને પરભવમાં તું જે સાદશ્યતા માને છે તે પણ વાદળાદિ વિકારના દૃષ્ટાંતમાં ઘટતું નથી. કેમકે એ વિકાર સ્વકારણભૂત પુદ્ગલદ્રવ્યના આકારાદિથી અત્યંત અલગરૂપ થાય છે.
વળી, સ્વભાવ એ વસ્તુ છે ? નિષ્કારણતા છે કે વસ્તુધર્મ છે ? (૧) જો વસ્તુ હોય તો તે જણાતો ન હોવાથી આકાશ પુષ્પની જેમ વસ્તુ જ નથી. અને અત્યંતાભાવે પણ જો તે છે. તો કર્મ નથી એમ કેમ કહેવાય ? અથવા તેના અસ્તિત્વમાં જે હેતુ છે તે જ કર્મની અસ્તિતામાં પણ છે. એટલે સ્વભાવને કર્મનું બીજું નામ કહીએ તો ય શું વાંધો છે ? વળી સ્વભાવને નિત્ય સદંશ માનવામાં પણ કોઈ હેતુ નથી. સ્વભાવ મૂર્ત છે અમૂર્ત ? મૂર્ત માનો તો તે દૂધની જેમ અથવા વાદળાદિના વિકારની જેમ પરિણામી હોવાથી તેની સાદશ્યતા સર્વથા ઘટી ન શકે. જો અમૂર્ત હોય તો તે આકાશની જેમ ઉપકરણરૂપ ન હોવાથી શરીરનો હેતુ ન થાય.
(૨) કોઈ પણ કારણ વિના સ્વભાવથી જ ભવોત્પત્તિ થાય છે એમ તું માને છે તો પણ પરભવમાં સદેશતા કઈ રીતે ઘટે ? કેમકે, કારણ વિના જેમ સદશતા થાય છે તેમ વિસર્દશતા પણ કેમ ન થાય ? અથવા અકસ્માત્ ભવનો વિચ્છેદ પણ કેમ ન થાય ? જો અકસ્માત્ જ થતું હોય તો કારણ વિના ગધેડાનાં શિંગડા પણ થવા જોઈએ. તથા શરીરાદિના પ્રતિનિયત અને આદિમાનૢ આકાર પણ વાદળાના વિકારાદિની જેમ ન થવા જોઈએ માટે સ્વભાવ એ નિષ્કારણ નથી.