________________
ગુજરાતી પ્રશ્નોત્તર
વળી ગોલોમ અને અનુલોમથી પણ દુર્વા થાય છે. વૃક્ષાયુર્વેદમાં, યોનિપ્રામૃતમાં અનેક વિસમાનદ્રવ્યના સંયોગથી સર્પ-સિંહ વગેરે પ્રાણિયો અને મણિ-સુવર્ણાદિ વિવિધ પદાર્થોનો જન્મ બતાવ્યો છે માટે હે સુધર્મ ! ‘કારણાનુરૂપ કાર્ય હોય' એવો કોઈ નિયમ એકાંતે નથી.
૫૭
તથા લોકમાં જેમ કૃષિ-વાણિજ્યાદિ વિચિત્ર કર્મોનું ફળ વિચિત્ર જણાય છે, તેમજ વિચિત્ર કર્મના ફળરૂપ સંસારી જીવોનું નરકાદિરૂપ સંસારીપણું પણ વિચિત્ર છે. જેમ વાદળ પૃથ્વી આદિ બાહ્ય પુદ્ગલોનો પરિણામ વિચિત્ર છે. તેમ કર્મપરિણતિ પણ પુદ્ગલ પરિણામરૂપ હોવાથી વિચિત્ર છે. કર્મની જે વિચિત્રતા છે, તે તેના મિથ્યાત્વાદિ હેતુની વિચિત્રતાથી છે. અથવા જો આ ભવના જેવો જ પરભવ તું માને છે તો કર્મનું ફળ પણ આ ભવની ક્રિયાના જેવું જ પરલોકમાં માન. તો પરલોકમાં પણ તેઓ તે ક્રિયાને અનુરૂપ ફળ ભોગવનાર થશે જ.
પ્રશ્ન-૮૦૭ – આ ભવમાં થતું ખેતી આદિ ક્રિયારૂપ કર્મ જ સફળ છે, પરભવ સંબંધિ જે દાનાદિ ક્રિયારૂપ કર્મ છે તે નિષ્ફળ છે. એટલે પરલોકમાં જીવ વિસદેશ પણ નથી એમ ન મનાય ?
ઉત્તર-૮૦૭ – જો એમ હોય તો જીવોનું સદંશપણું સર્વથા નહિ ઘટે, કારણ કે તે કર્મથી જ થાય છે. અને પરભવ સંબંધિ ક્રિયારૂપ કર્મ તો તું નિષ્ફળ માને છે એટલે તેની નિષ્ફળતામાં સદશપણાનો જ અભાવ થાય છે.
પ્રશ્ન-૮૦૮ - કર્મના અભાવે પણ જીવ સદેશ થાય, જેમ માટીમાંથી એકસરખા ઘડા થાય જ છે ને ?
ઉત્તર-૮૦૮ – જો એમ થાય તો તે સાદૃશ્યતા નિર્હેતુક થાય અને દાનહિંસાદિ ક્રિયાના ફળરૂપ કર્મનો નાશ થાય. અથવા દાનહિંસાદિક ક્રિયા નિષ્ફળ માનો તો મૂળથી જ કર્મબન્ધ ન થાય. તો કર્મના અભાવે કારણનો અભાવ થવાથી ભવાંતર ક્યાંથી થાય ? એમ થવાથી સાદશ્યતા ક્યાં રહે ?
પ્રશ્ન-૮૦૯ જે રીતે જડ પદાર્થોનાં કાર્યો ને કારણો સરખાં જ થાય છે તેમ કર્મના અભાવે પણ ભવાંતર સદેશ થાય એમ માનવામાં શું વાંધો છે ?
ઉત્તર-૮૦૯ – જો એમ હોય તો ભવાંતર તથા ભવનો નાશ પણ કારણ વિના જ માનવો જોઈએ. એટલે તપ-નિયમાદિ અનુષ્ઠાનો કરવાની જરૂર નહિ. વળી જેમ તું નિષ્કારણ ભવાંતર માને છે તેમ જીવોનું વિસર્દેશપણું પણ નિષ્કારણ કેમ નથી માનતો ? કારણનો અભાવ તો બંનેમાં સમાન છે.