________________
પર
શ્રી વિશેષાવશ્યક ભાષ્યમ્ ઉત્તર-૮૦૦ – બરાબર નથી, કેમકે તે જે સ્વીકાર્યું છે તે સત્ય છે કે અસત્ય છે ? એ વિકલ્પોના ઉત્તરમાં ફરી પાછા તે જ દોષો આવશે. વળી સ્વીકારનાર, સ્વીકાર અને સ્વીકાર્ય વસ્તુ એ ત્રણેનો સદ્ભાવ હોય તો જ સ્વીકાર કરવાપણું ઘટે નહિ તો ન ઘટે.
મહાનુભાવ ! જો સર્વ પદાર્થનો અભાવ જ હોય તો લોકમાં જે સર્વપ્રતિનિયત વ્યવહાર ચાલે છે તે નાશ થઈ જાય, કેમકે રેતીના કણરૂપ સામગ્રીમાંથી તેલ નીકળતું નથી ને તલાદિ સામગ્રીમાંથી નીકળે છે તેનું શું કારણ? અથવા આકાશ પુષ્પરૂપ સામગ્રીથી જ સર્વ કાર્યસમૂહ કેમ નથી થતો? એમ ન થવામાં બાધક પ્રતિનિયત કાર્ય-કારણભાવ છે. માટે સામગ્રીની સત્તા હોવાથી કોઈપણ પ્રકારે સર્વથા અભાવ ઘટે નહિ. પણ સ્વભાવાનુસાર સામગ્રીથી પદાર્થની ઉત્પત્તિ થતી ઘટે છે. એટલે જગત્ શૂન્યતા સિદ્ધ થતી નથી.
વળી સર્વવસ્તુ સામગ્રીજન્ય હોય એવો કોઈ એકાંત નથી. કયણુંક-ચણુંક વગેરે સ્કંધ સપ્રદેશથી હોવાથી અણઆદિ સામગ્રીજન્ય છે પણ, જે પરમાણુ છે તે અપ્રદેશી હોવાથી કોઈથી પણ ઉત્પન્ન થતા નથી. એટલે તે સામગ્રી જન્ય નથી. પરમાણુ મૂર્ત-અપ્રદેશીઅંત્યકારણ-નિત્ય-એકવર્ણ-ગંધ-રસ અને બે સ્પર્શવાળો છે. અને કાર્યરૂપ લિંગથી જ જણાય છે.
અને સામગ્રીજન્ય નથી એટલે પરમાણુ નથી એમ માનવામાં તારા પોતાના જ પૂર્વોક્ત સર્વ સામગ્રીમય જણાય છે' એ વચનમાં વિરોધ આવશે. આ વિશ્વમાં જે કાંઈ સામગ્રીજન્ય જણાય છે તે સર્વ પરમાણુના સમુદાયરૂપ છે. પોતે જ પરમાણુ જણાવનારો તું પરમાણુનો અભાવ કઈ રીતે કહી શકે ? અને પરમાણુના અભાવમાં તો ઘટ-પટાદિ કાર્યસમૂહ તથા ઘટાદિ ઉત્પન્ન કરનાર સામગ્રી પણ ન હોય. એથી સર્વસામગ્રી પણ ન હોય. માટે સર્વસામગ્રીમય જણાય છે એમ જે તું કહે છે, તે સામગ્રી પરમાણુઓ જ છે.
(૫) પાછળનો ભાગ જણાતો નથી તથા આગળનો ભાગ અતિસૂક્ષ્મ હોવાથી દેખાતો નથી માટે સર્વ શૂન્ય છે.
આ તારી વાત તો અત્યંત વિરૂદ્ધ છે કે જે જણાય છે પણ નથી. આ તો મારી મા વાંઝણી છે” એમ કહેવા જેવું છે. ખરેખર તો સર્વનો અભાવ છે પણ ભ્રમથી તે જણાય છે એવું પણ તું કહેતો હોય તો બરાબર નથી. કારણ કે સર્વનો અભાવ છતાં જો આગળનો ભાગ જણાય છે તો ખરવિષાણનો આગળનો ભાગ કેમ દેખાતો નથી? અથવા તો ખરવિષાણ જે અભાવરૂપ છે અને સર્વત્ર અભાવ હોવાથી ખરવિષાણનો આગળનો ભાગ દેખાય અને ઘટનો તે ભાગ ન દેખાય એવો વિપર્યય પણ કેમ થતો નથી ?