________________
૫૦
શ્રી વિશેષાવશ્યક ભાષ્યમ્
વિદ્યમાન હોવાથી શૂન્યતાનો અભાવ થયો. એટલે શૂન્યતાની સિદ્ધિ માટે તે જે પૂર્વે વિકલ્પો કરેલા તે નિરર્થક થાય છે. અને જો તું વસ્તુને અનુત્પન્નરૂપ જ માનતો હોય તો “ઉત્પન્ન છતાં અનુત્પન્ન” એવા તારા વચનમાં વિરોધ આવે છે. વળી ઉત્પન્ન વસ્તુની સત્તા ન માનવાથી આ ઉત્પન્ન-અનુત્પન્નાદિ વિકલ્પો પોકળ થાય છે. અને જો એ વિકલ્પોના આશ્રયભૂત વસ્તુ સિદ્ધ ન હોવા છતાં પૂર્વોક્ત વિકલ્પો થઈ શકતા હોય તો આકાશ કુસુમમાં પણ થાય? કેમકે ત્યાં પણ અવિદ્યમાનતા સમાન જ છે. તથા બીજાઓએ ઉત્પન્નરૂપે માનેલ વસ્તુ તરીકે પણ વિકલ્પ કરવાથી શૂન્યતા નહિ રહે.
વળી સર્વપ્રકારે ઘટ-પટાદિ કાર્ય ઉત્પન્ન થતું નથી એવી તારી માન્યતાના સંબંધમાં અમે પૂછીએ છીએ કે મૃતપિંડાદિ અવસ્થામાં નહિ જણાતો ઘટ કુંભારાદિ સામગ્રી વડે ઉત્પન્ન થયા પછી શાથી જણાય છે? અને ઉત્પત્તિ પહેલાં કેમ નથી જણાતો? તથા કાળાંતરે ભાંગી નાખ્યા પછી કેમ નથી જણાતો? વળી જો એ ઘટાદિ વસ્તુ અનુત્પન્ન હોય તો આકાશ કુસુમની જેમ ક્યારેય ન દેખાય. પણ ક્યારેક જણાય અને ક્યારેક ન જણાય એ તો ઉત્પન્ન વસ્તુમાં જ ઘટી શકે.
વળી, “સર્વ શૂન્યતાનું વચન અને વિજ્ઞાન પણ ઉત્પન્ન-અનુત્પન્નાદિ પ્રકારે ઉત્પન્ન થયેલું કે ન થયેલું હોવા છતાં કોઈ પણ રીતે ઉત્પન્ન થયેલ છે, તેમ ઘટ-પટાદિ પદાર્થો પણ ઉત્પન્ન થયેલા માનવા. અને જો શૂન્યતાદિ વિજ્ઞાન-વચન અનુત્પન્ન માને તો તેના વિના શૂન્યતા કોણે બતાવી? એટલે શૂન્યતાનો અભાવ જ સિદ્ધ થાય છે.
હે વ્યક્ત ! તું જે માને છે કે ઉત્પન્ન થયેલ ઉત્પન્ન નથી થતું અને અનુત્પન્ન પણ ઉત્પન્ન નથી થતું તેનો ઉત્તર સાંભળ - આ વિશ્વમાં ઘટ-પટાદિ જે કાર્યો છે તેમાનાં કેટલાક ઉત્પન્ન થયેલા ઉત્પન્ન થાય છે. જેમ કે, રૂપીપણાથી ઘટ ઉત્પન્ન થયેલો ઉત્પન્ન થાય છે. કેમકે ઘટરૂપની પહેલાં માટીરૂપ હોય છે. એટલે રૂપીત્વની અપેક્ષાએ ઉત્પન્ન થયેલ ઘટ જ ઉત્પન્ન થાય છે. અને સંસ્થાન-આકાશાદિથી અનુત્પન્ન ઉત્પન્ન થાય છે. રૂપીપણા માટી અને ઘટાકાર એ ઉભય પ્રકારે ઉત્પન્ન-અનુત્પન્ન એવો ઘટ ઉત્પન્ન થાય છે. કારણ કે એ ઉભય પ્રકારથી ઘટ ભિન્ન નથી. તથા ભૂતકાળ નાશ પામેલ છે અને ભવિષ્યકાળ ઉત્પન્ન નથી થયો. એટલે ઉભયકાળમાં ક્રિયા હોતી નથી. માત્ર વર્તમાનમાં જ હોય છે, એથી વર્તમાનમાં જ ઉત્પન્ન થતો ઘટ ઉત્પન્ન થાય છે એ રીતે જુદી-જુદી અપેક્ષાએ ઘટ-પટાદિ કાર્યો ઉત્પન્ન થાય છે. તથા કેટલાંક કાર્યો એકેય વિકલ્પથી થતાં નથી જેમકે પૂર્વે કરાયેલો ઘટ આ એકેય પ્રકારે થતો નથી. કેમકે તે તો પહેલેથી થયેલો જ છે. તેમજ પટાદિના પરપર્યાયોથી પણ ઘટ થતો નથી. કેમકે તેના સ્વપર્યાયો તો પ્રથમ જ થયેલા છે. અને પરપર્યાયોની અપેક્ષાએ તો કોઈને ય કોઈના