________________
ગુજરાતી પ્રશ્નોત્તર
૪૯ કરનાર જ્ઞાન-સ્વતઃ ઉત્પન્ન થાય છે. એટલે અન્ય અપેક્ષાએ તેનો અભાવ કઈ રીતે થાય ? અને સત્તાદિના અભાવની સિદ્ધિ વિના જગત્ શૂન્યતા પણ સિદ્ધ નહિ થાય.
વળી જો પદાર્થના સત્તાદિ ધર્મો અન્યની અપેક્ષાવાળા હોય તો હ્રસ્વ વસ્તુના નાશમાં દીર્ઘ વસ્તુનો પણ સર્વનાશ પ્રાપ્ત થાય. કેમકે દીર્ઘ વસ્તુના ધર્મો તેની અપેક્ષાવાળા છે. પણ એમ નાશ થતો નથી. એટલે એ નિશ્ચિત થાય છે કે ઘટાદિ વગેરેના સત્તારૂપાદિ ધર્મો અન્ય અપેક્ષાવાળા જ નથી. એથી શૂન્યતાનો અભાવ થાય છે. (૨) અસ્તિત્વ-ઘટની એકતા-અનેકતા :
ઘડો છે એમ માન્યા પછી અસ્તિત્વ અને ઘટની એકતા-અનેકતાનો જે વિચાર છે તે માત્ર તેના પર્યાયનો વિચાર છે, પરંતુ એનાથી ઘટનો અભાવ નથી. નહિ તો ખરશિંગ કે વંધ્યાપુત્રમાં પણ એવો વિકલ્પ કેમ થતો નથી? વળી ઘટ અને શૂન્યતા એ બંને અન્ય છે કે અનન્ય છે? જો અન્ય હોય તો ઘટ સિવાય એનાથી અધિક કોઈ શૂન્યતા નથી અને જો અનન્ય હોય તો તે ઘટ જ છે કેમકે પ્રત્યક્ષથી તે ઘટ જ જણાય છે શૂન્યતારૂપ ઘટનો ધર્મ કોઈપણ પ્રમાણથી જણાતો નથી.
સર્વ શૂન્ય છે એવા પ્રકારનું તારું વિજ્ઞાન અને વચન એ બંનેનું પણ અસ્તિત્વ એક છે કે અનેક? જો એક હોય તો વસ્તુનું અસ્તિત્વ સિદ્ધ થયું. જો અનેક હોય તો અજ્ઞાની અને વચન શૂન્યવાદી શૂન્યતા કઈ રીતે સાધશે ?
ઘટની અસ્તિતારૂપ ઘટની સત્તા તે ઘટનો ધર્મ છે તે ઘટથી અભિન્ન છે. પટાદિથી ભિન્ન છે એટલે “આ ઘટ છે” એમ કહેવાથી “આ ઘટ જ છે' એવો નિયમ ક્યાંથી થાય? વળી “જે જે છે, તે તે સર્વ ઘટ છે એમ કહેવામાં સર્વ પદાર્થમાં ઘટત્વનો પ્રસંગ કઈ રીતે થાય? પાછો ઘટ છે' એમ કહેવાથી સર્વ પદાર્થના અસ્તિત્વનો અવરોધ કઈ રીતે થાય ? તથા ઘટ સર્વાત્મરૂપે કઈ રીતે થાય ? ન જ થાય એથી એવું સિદ્ધ થયું કે જેમ “વૃક્ષ' એમ કહેવાથી આંબો અથવા લીમડો વગેરે સમજાય છે. પરંતુ આંબો' કહેવાથી તો વૃક્ષત્વ જ સમજાય છે. તેમ અહીં પણ ઘટની સત્તા તે ઘટનો ધર્મ હોવાથી ઘટમાં જ હોય છે અન્યત્ર ન હોય અને સામાન્ય સત્તા બધામાં છે તેથી “અસ્તિ' કહેવાથી ઘટ અથવા બીજા પટાદિ સમજાય છે, પણ ઘટ’ કહેવાથી તો ઘટની અસ્તિતા જ સમજાય કેમકે ઘટની પોતાની સત્તા ઘટમાં હોય જ છે. (૩) ઉત્પન્ન-અનુત્પન્ન સંશય:
હે વ્યક્ત ! એવી કઈ વસ્તુ છે કે જેની ઉત્પન્ન, અનુત્પન્ન અને ઉત્પન્ન-અનુત્પન્નાદિ પ્રકારે ઉત્પત્તિનો તું નિષેધ કરે છે? કોઈ પણ રીતે ઉત્પન્ન થયેલ વસ્તુ તુ માનતો હોય તો તે વસ્તુ
ભાગ-૨/૫