________________
ગુજરાતી પ્રશ્નોત્તર
૫૩
વળી, “પાછળનો ભાગ જણાતો નથી માટે આગળનો ભાગ પણ નથી' એમ કહેવામાં તું કેવું અનુમાન કરે છે? કેમકે જે આગળનો ભાગ અગ્નિની ઉષ્ણતાની જેમ સર્વજને પ્રસિદ્ધ છે તેને અનુમાન વડે તું કઈ રીતે બાધ કરે છે? પાછળનો ભાગ હોય તો આગળનો ભાગ હોઈ શકે નહિ તો ન હોય એટલે આગળનો ભાગ અપેક્ષાવાળો હોવાથી તેનાથી પાછળના ભાગનું જ્ઞાન અનુમાનથી ઘટે પણ પાછળનો ભાગ ન દેખાવાથી આગળનો ભાગ નથી એમ અપલાપ કરવો એ અસંબદ્ધ છે. વળી, આગળના ભાગનો પણ આગળનો ભાગ છે એમ જુદા જુદા આગળના ભાગની જે કલ્પના કરી છે તે પણ તારા અનુમાનથી ઘટી નહિ શકે કારણ કે ત્યાં પણ પાછળનો ભાગ અવિદ્યમાન હોવાથી સર્વની આગળના ભાગની કલ્પના યોગ્ય નથી, વાસ્તવિક તો આગળનો ભાગ છે એટલે પાછળનો ભાગ પણ છે એ અનુમાન જ યોગ્ય છે.
સર્વનો અભાવ માનો તો આગળનો-પાછળનો અને મધ્ય ભાગ એવો તફાવત ક્યાંથી થાય ? જો બીજા મતની અપેક્ષાએ કહે તો સ્વમત-પરમતનો તફાવત કઈ રીતે થાય ? આગળ-પાછળ-મધ્યનો ભાગ માને તો શૂન્યતા કઈ રીતે થાય? જો ન માને તો ખરશિંગ જેવા પદાર્થના વિકલ્પો શા માટે કરે છે? અથવા સર્વવસ્તુના અભાવે આગળનો ભાગ જણાય અને પાછળનો કેમ ન જણાય ? અથવા બંને કેમ ન જણાય ? કે વિપરિત કેમ ન દેખાય ?
પાછળનો ભાગ ન દેખાવાથી તું જે પદાર્થો અવિદ્યમાન છે એમ કહે છે તે યોગ્ય નથી કારણ કે, સ્ફટીક-અબરખ વગેરે પારદર્શક પદાર્થોનો ભાગ દેખાય છે.
એટલે આવો અવ્યાપક હેતુ “સર્વ ન જણાવાથી કોઈ પણ ભાવો નથી.” છોડીને વ્યાપક હેતુથી શૂન્યતા સિદ્ધ કરવા જઈશ તો પૂર્વે “પાછળનો ભાગ ન દેખાવાથી” એમ જે તે માનેલું છે તેની હાની થશે. તથા ગામ-નગર-તળાવાદિ પ્રત્યક્ષ જણાય છે. એટલે હેતુ પ્રત્યક્ષ વિરુદ્ધ થશે.
પ્રશ્ન-૮૦૧ – જે હેતુ સર્વ સપક્ષમાં વ્યાપક ભલે ન હોય પણ વિપક્ષથી સર્વથા નિવૃત્ત હોય તો તે હેતુ કહી શકાય છે. જેમકે, શબ્દ પ્રયત્ન વિના થતો નથી માટે અનિત્ય છે, એટલે કાંઈ બધા અનિત્ય અર્થ પ્રયત્ન વિના થતા નથી એવું નથી. વિજળી-વાદળ વગેરે પ્રયત્ન વિના થનારા પણ અનિત્ય છે. એમ અહીં પણ બધા નહિ પણ ઘણા ખરા પદાર્થોમાં પાછળનો ભાગ દેખાતો નથી એથી તે હેતુ શૂન્યતાને સિદ્ધ કરે જ અહેતુ કઈ રીતે થાય?
ઉત્તર-૮૦૧ – બરાબર નથી, કેમકે ત્યાં હેતુની વ્યતિરેક વ્યાપ્તિ ઘટે છે. જેમકે “જે અનિત્ય નથી તે આકાશની જેમ પ્રયત્ન વિના બનેલા છે. અહીં જો વ્યતિરેક વ્યાપ્તિ લઈએ