________________
ગુજરાતી પ્રશ્નોત્તર
૫૧
૫૨૫ર્યાયો હોતા નથી. એ રીતે ઉત્પન્ન પટ અને અનુત્પન્ન એવા ખરવષાણની જેમ પૂર્વે કરાયેલો ઘટ પરપર્યાય વડે ઉત્પન્ન થતો નથી. વળી વર્તમાન સમયે ઉત્પન્ન થતો ઘટ પટત્વે ઉત્પન્ન થતો નથી. કારણકે ઘટાદિ સ્વરૂપે થતું કાર્ય પટાદિ પરરૂપે થતું નથી. આકાશ વગેરે પણ સદા અવસ્થિત હોવાથી ઉત્પન્ન થતાં નથી. અર્થાત્ પૂર્વોત્પન્ન એવા ઘટાદિ કાર્ય રૂપાદિ સ્વપર્યાય વડે ઉત્પન્ન થતા નથી. પણ અનુત્પન્ન સ્વપર્યાય વડે થાય છે. પરંતુ પરપર્યાય વડે તો કોઈ પણ રીતે ઉત્પન્ન થતા નથી.
(૪) સર્વકાર્ય સામગ્રીમય છે. પણ સર્વના અભાવે સામગ્રી જ નથી.
તારી આ માન્યતા સર્વથા વિરૂદ્ધ છે. કારણ કે વચન ઉત્પન્ન કરનાર કંઠ, ઓખ, તાલુ વગેરે સામગ્રી પ્રત્યક્ષથી જણાય છે. એટલે સામગ્રીનો અભાવ ન કહી શકાય.
પ્રશ્ન-૭૯૮ -
એમ તો કામ-સ્વપ્ન-ભય-ઉન્માદ અને અવિદ્યાથી મનુષ્યને અવિદ્યમાન અર્થ પણ જણાય છે એટલે વાસ્તવિક રીતે એ કાંઈ છે એમ થોડું મનાય ?
ઉત્તર-૭૯૮ તો પછી કાચબાના રોમને ઉત્પન્ન કરનાર સામગ્રી કેમ પ્રત્યક્ષ નથી દેખાતી ? અવિદ્યમાનતા તો બંનેમાં સરખી જ છે. અર્થાત્ જેમ વચનોત્પાદક સામગ્રી જણાય છે તેમ તે પણ જણાવી જોઈએ. અથવા બંને ન જણાય. અથવા કાચબાના રોમને ઉત્પન્ન કરનાર સામગ્રી જણાય અને વચન ઉત્પન્ન કરનાર સામગ્રી ન જણાય એવો વિપર્યય પણ થાય ને ? અવિદ્યમાનતા તો બંનેમાં સમાન માનેલ છે.
તથા હૃદય-મસ્તક-કંઠ-ઓષ્ટ-તાલુ-જીભ વગે૨ે સમુદાયરૂપ સામગ્રીમય વક્તા અને તેનું વચન એ ઉભય વસ્તુ છે કે નહિ ? જો છે તો શૂન્યતા ક્યાં રહી ? કેમકે વક્તાને વચનના સદ્ભાવે તેમાં વ્યાભિચાર આવે છે. જો નથી એમ માને તો ઉભયના અભાવે જગત્ શૂન્ય છે એમ કોણ બોલ્યું અને એવા વચનોના અભાવે તે શૂન્યવચન કોણે સાંભળ્યું ? કેમકે આ બધી માન્યતાઓમાં અભાવ માન્ય જ નથી.
પ્રશ્ન-૭૯૯ જે કારણથી વક્તા અને વચનનો અભાવ છે તે જ કારણથી વચનીય ભાવોનો પણ અભાવ છે એટલે આ જગત્ શૂન્ય ન થાય તો બીજું શું થાય ?
ઉત્તર-૭૯૯ તો એ વક્તા-વચન અને વચનીય પદાર્થોનો અભાવ જણાવનાર વચન સત્ય છે કે અસત્ય ? જો એ વચન સત્ય હોય તો પૂર્વે કહેલા પદાર્થનો અભાવ થાય, એમ ઉભય રીતે શૂન્યતાનો અભાવ જ થશે.
પ્રશ્ન-૮૦૦
ગમે તે રીતે શૂન્યતા પ્રતિપાદક વચન અમે સ્વીકાર્યું છે એટલે અમારું વચન પ્રમાણ હોવાથી શૂન્યતા અમારા મતે સિદ્ધ જ છે તમે ન માનો તો શું ?
-