________________
ગુજરાતી પ્રશ્નોત્તર
ઉત્તર-૭૯૬ – ના, કારણ કે દેશ-કાળ-સ્વભાવ વગેરે નિયત હોવાથી તે પદાર્થ ગ્રહણ કરનાર જ્ઞાન ઉત્પન્ન થાય છે. અને સ્વપ્નાદિના ગ્રહણમાં કારણ તરીકે જેને તું ભ્રમ-ભ્રાન્તિ માને છે તે વિદ્યમાન છે કે અવિદ્યમાન છે ? જો વિદ્યમાન માને તો સર્વશૂન્યતા ક્યાં રહી ? અને અવિદ્યમાન માને તો પદાર્થ ગ્રહણ કરનાર જ્ઞાન ભ્રાંતિ-રહિત હોવાથી સર્વભાવો વિદ્યમાન છે. સર્વશૂન્યતા નથી.
૪૭
અથવા સર્વશૂન્યતા માનવામાં વિદ્યમાન પદાર્થોની શૂન્યતા માનવી એ શું સમ્યગ્ ગ્રહ છે ? અને વિદ્યમાન પદાર્થોની વિદ્યમાનતા માનવું એ શું મિથ્યાગ્રહ છે ? એમ માનવામાં એવો કયો વિશેષ હેતુ તારી પાસે છે કે તું સર્વશૂન્યતા માને છે ?
તથા “પદાર્થોની સ્વતઃ સિદ્ધિ નથી” એમ માનવામાં લાંબું-ટૂંકું અને તેવા પદાર્થમાં આ હ્રસ્વ છે આ દીર્ઘ છે અને આ હ્રસ્વદીર્ઘ છે એવી બુદ્ધિનો તું એક સાથે આશ્રય કરે છે તો પછી એવા પદાર્થોની પરસ્પર અસિદ્ધિ કઈ રીતે કહે છે ? સર્વપદાર્થની શૂન્યતા માનનારો તું આ હ્રસ્વ છે આ દીર્ઘ છે એમ પૂર્વાપર વિરુદ્ધ બોલે છે તે અયુક્ત છે. તાત્પર્ય એ છે કે પદાર્થોની સત્તામાં માત્ર અપેક્ષા કારણ છે એવું નથી પણ સાથે-સાથે સ્વવિષયક જ્ઞાન ઉત્પન્ન કરવાદિરૂપ અર્થક્રિયાકારીપણું પણ કારણ છે. તેથી જે હ્રસ્વ-દીર્ઘ ઉભય સ્વસંબંધી જ્ઞાન ઉત્પન્ન કરે છે તે હોય જ છે તો પછી તેમનો અભાવ કઈ રીતે ? વળી મધ્યમ આંગળીની અપેક્ષાએ પ્રદેશીની આંગળીમાં હ્રસ્વપણું નહિ છતાં પણ છે એવું કહેવાય છે. એવું તું જે માને છે તે પણ અયોગ્ય છે. કારણ કે જો મધ્યમાં આંગળીની અપેક્ષાએ પ્રદેશીની સર્વથા સ્વતઃ અવિધમાન છતાં તેમાં હ્રસ્વતા છે. એમ હોય તો સર્વથા અવિદ્યમાન એવા ગધેડાના શિંગડા અને અતિદીર્ઘ એવા ઈન્દ્રધ્વજ આદિમાં પણ તે હોવું જોઈએ. કેમકે અવિદ્યમાનત્વ ઉભયત્ર સમાન છે. વાસ્તવમાં તો સ્વતઃ વિદ્યમાન એવી પ્રદેશીની આંગળી અનંતધર્માત્મક હોવાથી તે તે સહકારી કારણો પાસે તે તે રૂપે જણાતી હોવાથી તે તે પ્રકારનું જ્ઞાન ઉત્પન્ન કરે છે, પણ સર્વથા અવિદ્યમાન આંગળીમાં અપેક્ષામાત્રથી જ હ્રસ્વ-દીર્ઘાદિ જ્ઞાન ઉત્પન્ન થાય છે એવું નથી. એ રીતે દીર્ઘઉભયાદિમાં પણ આ દીર્ઘ, આ ઉભય વગેરે સ્વ-પર-ઉભયની બુદ્ધિ બીજાની માન્યતા પ્રમાણે છે. અમારા મતે તો સ્વતઃ સિદ્ધ એવા સ્વવિષયક જ્ઞાન ઉત્પન્ન કરનાર હ્રસ્વ-દીર્ઘ આદિ કાંઈ જ નથી એટલે અમારા મતે પૂર્વાપર કોઈ વિરોધ નથી આવતો. એમ જો તું કહેતો હોય તો સર્વશૂન્યતામાં આ સ્વમત છે આ પરમત છે એવો તફાવત પણ ક્યાંથી થાય ? જો સ્વ-૫૨ ભાવ તું માને તો શૂન્યતાનો અભાવ થશે.
તથા વ્યક્ત ! હ્રસ્વ-દીર્ઘ પદાર્થમાં તે તે આકારે જણાતું જે જ્ઞાન થાય છે. તે એક કાળે જ થાય છે કે અનુક્રમે થાય છે ? જો એક કાળે થતું હોય તો બંને સમકાળે સ્વપ્રતિભાસિત