________________
૪૩
ગુજરાતી પ્રશ્નોત્તર પણ અવિદ્યમાન છતાં જણાય છે. એટલે તે પણ વાસ્તવિક રીતે સ્વપ્ન અને ઈન્દ્રજાળમાં જોયેલ વસ્તુ જેવા માનવામાં શો વાંધો છે?
ઉત્તર-૭૯૪ – એમ માનવું જરાય યોગ્ય નથી, કેમકે જ્યારે ભૂતોમાં સંશય હોય ત્યારે જીવાદિમાં પણ સંશય હોવો જ જોઈએ કારણ કે એ જીવાદિ પદાર્થો ભૂતના વિકારરૂપ શરીરમાં અધિષ્ઠિત છે. એથી પૃથ્વી આદિ ભૂતો અને જીવાદિ પદાર્થો તારા હિસાબે અવિદ્યમાન છે એટલે સર્વશૂન્યતાની શંકાવાળો તું આખા વિશ્વને માયા અને સ્વપ્ન-ઈન્દ્રજાળ જેવું માને છે.
વ્યક્તના અભિપ્રાયે સર્વશૂન્યતાની યુક્તિઓ :
(૧) કાર્ય કારણભાવ પરસ્પર સાપેક્ષ છે, પોતાથી, પરથી, ઉભયથી કે એ સિવાય અન્યથી પણ પદાર્થની સિદ્ધિ થતી નથી. કારણ કે જે કોઈ પદાર્થોનો સમુદાય છે તે સર્વ કાર્યરૂપ કે કારણરૂપ હોવો જોઈએ. તેથી જે કાર્ય હોય છે કારણ વડે કરાય છે. એટલે કાર્યત્વનો વ્યવહાર કારણને આધીન હોય છે પરંતુ કાર્યનું કાર્યત્વ સ્વભાવથી સિદ્ધત્વ નથી, એ જ રીતે કારણ કાર્ય કરે છે. એટલે તેનો કારણત્વનો વ્યવહાર કાર્યને આધીન છે, પણ તેનું કારણત્વ સ્વતઃ સિદ્ધ નથી. આ રીતે જે સ્વતઃ સિદ્ધ નથી તે ખરવિષાણની જેમ પરતઃ પણ સિદ્ધ નથી. સ્વ-પર ઉભયથી કાર્યાદિની સિદ્ધિ માનીએ તો તે પણ અયોગ્ય છે. કેમકે જે અલગ-અલગ રીતે સિદ્ધ નથી તો ઉભયથી સિદ્ધિ તો ક્યાંથી થાય? જેમ રેતીના જુદા-જુદા કણમાંથી તેલ ઉત્પન્ન થતું નથી, તો તેના સમુદાયમાં પણ થતું નથી. તેમ ત્યાં પણ સમજવું. જો ઉભયથી કાર્યાદિભાવની સિદ્ધિ માનો તો ઈતરેતર આશ્રય દોષ આવે છે. કારણ કે જ્યાં સુધી કાર્યની સિદ્ધિ ન થાય ત્યાં સુધી કારણની સિદ્ધિ ન થાય. અને જ્યાં સુધી કારણની સિદ્ધિ ન થાય ત્યાં સુધી કાર્યની સિદ્ધિ ન થાય. માટે ઉભયથી પણ કાર્યાદિ ભાવ સિદ્ધ નથી. તથા સ્વ-પર-ઉભય સિવાય અન્ય વસ્તુનો અભાવ હોવાથી અન્યથી પણ ભાવોની સિદ્ધિ ન થાય.
દા.ત. પ્રદેશની આંગળી અંગુઠા કરતાં લાંબી છે અને મધ્યમાની અપેક્ષાએ ટૂંકી છે. વાસ્તવમાં એ આંગળી સ્વતઃ લાંબી-ટૂંકી નથી અને એમ ન હોવાથી પરતઃ ઉભયતઃ કે અન્યતઃ પણ તેના લાંબા-ટૂંકાપણાની સિદ્ધિ થતી નથી એટલે સર્વશૂન્યતા માનવી જ બરાબર છે, કારણ કે પદાર્થની વિદ્યમાનતા જ સંભવિત નથી.
(૨) અસ્તિત્વ અને ઘટ, ઉભય એક છે કે અનેક છે? જો એક હોય તો સર્વ પદાર્થ એક થઈ જવાનો પ્રસંગ આવશે, કેમકે જે જે છે તે તે ઘટ છે એમ અસ્તિત્વમાં ઘટ પ્રવેશવાથી સર્વને ઘટત્વની પ્રાપ્તિ થશે. પણ પટાદિ જુદા પદાર્થ નહિ કહેવાય. અથવા ઘટ સર્વના અસ્તિત્વથી અભિન્ન હોવાથી સર્વાત્મક થશે. અથવા ઘટ તે જ અસ્તિત્વ છે એમ ફક્ત ઘટમાત્રમાં જ