________________
૪૨
શ્રી વિશેષાવશ્યક ભાષ્યમ્
(૧૯) શાસ્ત્ર નહિ સાંભળવાથી - તેનો અર્થ ન સમજાય, (૨૦) કાળની દીર્ઘતાથી – ભૂતભવિષ્યકાળની દીર્ઘતાથી ઋષભદેવ-પદ્મનાભ વગેરે ન જણાય, (૨૧) સ્વભાવ વિપ્રકર્ષથી - આકાશ અને પિશાચ વગેરેનો સ્વભાવ વિપકર્ષ હોવાથી ન જણાય.
આમ, પદાર્થ વિદ્યમાન છતાં આ ૨૧ પ્રકારની અનુપલબ્ધિથી નથી જણાતો. અહીં કર્માનુગત સંસારી જીવ વસ્તુતઃ આકાશની જેમ અમૂર્ત છે, અને કાર્પણ શરીર પણ પરમાણુની જેમ સૂક્ષ્મ છે, તેથી વિદ્યમાન છતાં દેખાતાં નથી.
હવે, વેદોક્ત વચનથી આત્મા શરીરથી ભિન્ન છે એ સિદ્ધ કરે છે.
વળી હે ગૌતમ ! આત્મા શરીરથી અભિન્ન હોય તો સ્વર્ગની ઈચ્છાવાળાએ અગ્નિહોત્રાદિ અનુષ્ઠાન કરવું - એ વેદપદનો વિઘાત થાય. કેમકે શરીર તો અગ્નિવડે બાળીને અહીં જ ભસ્મ કરાય છે. એટલે પછી જીવના અભાવે સ્વર્ગની પ્રાપ્તિ કોને થાય? તેમજ તે શરીર વડે કરેલ દાનાદિનું ફળ પણ કોને થાય? વળી “સત્યેન નખ્ય તપણા દોષ વ્રત્યેળ નિત્યં જ્યોતિર્મયો વિશુદ્ધો ચંપત્તિ ધીર યતય: સંયતાત્માન:” એટલે સત્ય-તપ અને બ્રહ્મચર્યથી જ્યોતિર્મય આ આત્મા શાશ્વત લભ્ય છે. તેને ધીર અને સંયમી યોગીઓ જોઈ શકે છે. આમ, અનેક વેદ વાક્યો ભૂતથી અતિરિક્ત આત્મા છે એમ પ્રતિપાદન કરે છે. માટે આત્મા શરીરથી જુદો છે, અને ચેતના એ આત્માનો ધર્મ છે, ભૂતોનો ધર્મ નથી.
(૪) વ્યક્ત-પાંચ ભૂતો છે કે નહિ? પ્રશ્ન-૭૯૩ – પૃથ્વી-અ-જ-વાયુ-આકાશ આ પાંચ ભૂતો છે કે નથી?
ઉત્તર-૭૯૩ – હે વ્યક્ત ! તને પરસ્પર વિરુદ્ધ વેદપદો સાંભળવાથી આ પ્રકારનો સંશય થયો છે તે વેદપદો “વનોપદં વૈ સ મન્વેષ બ્રહ્મવિધિરન્ગસ વિશે:" એટલે આ સર્વ જગત્ સ્વપ્ન સમાન છે. માત્ર આ બ્રહ્મવિધિ-પરમાર્થ પ્રકાર તેજ જાણવા યોગ્ય છે. આ પદો ભૂતોનો અપલાપ કરે છે, અને “ધાવા પૃથિવી પૃથિવી દેવતા માપો તેવતા” આ પદો ભૂતોની સત્તા જણાવે છે. આમ, પરસ્પર વિરુદ્ધ અર્થ પ્રતિપાદક વેદવાક્યો સાંભળીને તને આવો સંશય થયો છે. પરંતુ, ખરેખર તો તું આ વેદપદોનો વાસ્તવિક અર્થ જાણતો નથી.
પ્રશ્ન-૭૯૪ – એવું તમે કઈ રીતે કહી શકો કેમકે જેમ કોઈ ગરીબ માણસ સ્વપ્નમાં પોતાના ઘરના આંગણામાં હાથી-ઘોડા-સોનાનો ઢગલો વગેરે નહિ હોવા છતાં દેખે છે ઈન્દ્રજાળના વિલાસ જેવી માયામાં પણ અવિદ્યમાન એવા સુવર્ણ-મણિ-રત્ન-ચાંદીનાં વાસણોબાગ-બગીચા-પુષ્પ-ફળ વગેરે અવિદ્યમાન છતાં જણાય છે. તેવી રીતે આ પૃથિવી વગેરે ભૂતો