________________
શ્રી વિશેષાવશ્યક ભાષ્યમ્
સર્વગત હોવાથી અને પરમાણુની જેમ એક જ હોવાથી કર્મ વિના કોઈપણ જીવ શરીરનો આરંભ કરી શકતો નથી.
પ્રશ્ન-૭૭૮ તો શરીરધારી ઈશ્વર દેહાદિ સર્વ કાર્યો આરંભે છે એમ માનોને ?
ઉત્તર-૭૭૮ – નહિ માની શકાય. કારણ કે તેમાં પણ ઉપરવાળો દોષ આવશે કેમકે તે પણ દંડાદિ ઉપકરણ વિનાના કુંભારની જેમ કર્મ વિનાનો ઈશ્વર હોવાથી પોતાનું શરીર કરી શકતો નથી.
૩૪
-
તો કોઈ બીજો એ ઈશ્વરનું શરીર કરતો હશે એવું સમજવું ?
પ્રશ્ન-૭૭૯
ઉત્તર-૭૭૯ – તો પછી એ ઈશ્વર શરીર વિનાનો છે કે શરીરવાળો ? જો શરીર વિનાનો હોય તો પાછો એ જ દોષ આવે છે અને જો શરીરવાળો અન્ય ઈશ્વર એ ઈશ્વરનું શરીર કરતો હોય તો તેનાં શરીરનો કરનાર પણ અન્ય શરીરવાળો ઈશ્વર હોવો જોઈએ. તેના પણ શરીરને કરનાર અન્ય કોઈ ઈશ્વર હોવો જોઈએ. એમ થતાં અનવસ્થા સિવાય બીજું શું થશે ? એ માનવું તો સર્વથા અનિષ્ટ છે, માટે શરીર વગેરેનો કર્તા ઈશ્વર છે એમ માનવું એકદમ અયોગ્ય છે પરંતુ કર્મ સહિત જીવ જ તે શરીરાદિનો કર્તા છે એ માનવું શાણપણભર્યું છે. વળી જો તે ઈશ્વર પ્રયોજન વિના શરીરાદિ કરે તો તે ગાંડા જેવો જ ગણાય. અને જો એમાં કાંઈ પણ પ્રયોજન માનીએ તો તે ઈશ્વર ઈશ્વર જ ન રહે. કારણ કે અનાદિ શુદ્ધ આત્માને દેહાદિ ક૨વાની ઈચ્છા ન હોઈ શકે. કેમકે ઈચ્છા તો રાગવિકલ્પરૂપ છે. આ જ યુક્તિઓથી વિષ્ણુબ્રહ્મા વગેરે પણ કર્તા તરીકે ઘટતા નથી.
પ્રશ્ન-૭૮૦ – શરીરાદિના કર્તા તરીકે સ્વભાવને માનીએ તો શું વાંધો છે ? કારણ કે લઘુ સ્વભાવથી જ થાય છે જેમકે કમળમાં કાંટાદિની વિચિત્રતા કોણ કરે છે ? મોરનાં પીંછા વગેરે વિચિત્ર કોણે કર્યા ? કોઈએ નહિ, એટલે આ દુનિયામાં જે કાંઈ પણ છે તે બધું હેતુ વિનાનું જ છે. જેમ કાંટાઓમાં તીક્ષ્ણતા સ્વાભાવિક છે તેમ આ સુખ વગેરે પણ સ્વાભાવિક છે. એમાં તમે કયો હેતુ કરવાના ?
ઉત્તર-૭૮૦ આ માન્યતામાં પણ દોષોનો ડુંગર ઊભો થઈ જવાનો, કેમકે આમ, શરીરાદિના કર્તા તરીકે સ્વભાવને માનીએ તો તે સ્વભાવ કોઈ વસ્તુવિશેષ છે, અકારણતા છે કે વસ્તુનો ધર્મ છે ? (૧) એને વસ્તુવિશેષ તો નહિ જ કહી શકાય કેમકે તે વસ્તુ છે એમ જણાવનારૂં કોઈ પ્રમાણ નથી અને અપ્રમાણિક વસ્તુને પણ વસ્તુરૂપે માનતો હોય તો તારા હિસાબે કર્મ પણ અપ્રમાણિક છે તેને પણ તું વસ્તુ રૂપે માન. વળી, એ વસ્તુ વિશેષરૂપ જો સ્વભાવ છે તો તે મૂર્ત છે, કે અમૂર્ત ? જો મૂર્ત હોય તો ‘સ્વભાવ’ એવા બીજા નામથી કર્મ