________________
૩૮
શ્રી વિશેષાવશ્યક ભાષ્યમ્ હોતી નથી તેથી “ચેતના ભૂતના સમુદાયમાં જણાય છે. એવો તારો હેતુ અસિદ્ધ છે. અને જો ચેતના ભૂત-સમુદાય માત્રનો જ ધર્મ હોય તો તે મૃતશરીરમાં પણ હોવી જોઈએ.
પ્રશ્ન-૭૮૪ - મૃત શરીરમાં તે વખતે વાયુ નામનું ભૂત તત્ત્વ ન હોવાથી તેમાં ત્યારે ચેતના જણાતી નથી એમ માનો?
ઉત્તર-૭૮૪ - ના નહિ મનાય, કારણ કે નળી આદિ દ્વારા એમાં વાયુ દાખલ કરીએ તો પણ તે જણાતી નથી.
પ્રશ્ન-૭૮૫– તે વખતે તેમાં તેજનો અભાવ છે એમ માનવાથી તેમાં ચેતના જણાતી નથી એવું સિદ્ધ થશે?
ઉત્તર-૭૮૫ - ના, કોઈ એવા પ્રયોગથી એમાં તેજને દાખલ કરવાથી પણ મૃત શરીરમાં ચેતના જણાતી જ નથી.
પ્રશ્ન-૭૮૬ – તો વિશિષ્ટ પ્રકારના તેજ અને વાયુના અભાવે મૃત શરીરમાં ચેતના જણાતી નથી એમ માની લો ?
ઉત્તર-૭૮૬ – તો તો ત્યાં આત્મસત્તા વિનાની તને બીજી કઈ વિશિષ્ટતા મળશે? કોઈ નહિ. માટે તે પણ ત્યાં આત્મસત્તા માની લીધી એ સિદ્ધ થઈ ગયું.
પ્રશ્ન-૭૮૭- ઘટમાં જણાતા રૂપાદિ ધર્મો જેમ ઘટના નથી એમ ન કહી શકાય તેમ ભૂત સમુદાયમાં જણાતી ચેતના ભૂત સમુદાયની નથી એમ કઈ રીતે કહેવાય?
ઉત્તર-૩૮૭ – વાયુભૂતિ ! તારી વાત અયોગ્ય છે. કારણ કે પૃથ્વી અને પાણીના સમુદાયમાં જણાતી વનસ્પતિ વગેરે પૃથ્વીજીવના સમુદાય માત્રથી જ થયેલ છે એમ કહી શકાય નહિ, કેમકે તે તો બીજથી થયેલ છે, તેમ અહીં પણ પૃથ્વી આદિ ભૂતાત્મક શરીરમાં જણાતી ચેતના ભૂત સમુદાય માત્રથી થયેલ કહી શકાય નહિ કેમકે તે ભૂત સમુદાયથી ભિન્ન એવા આત્માથી થયેલ છે. માટે મારા કથનમાં વિરોધ નથી. પરંતુ પ્રત્યેક ભૂતમાં ચેતના છે' એવા તારા કથનમાં જ પ્રત્યક્ષ વિરોધ છે.
દૃષ્ટાંત - જે એક વ્યક્તિ અનેક સાધનોથી જાણેલ અર્થનું સ્મરણ કરે છે. તે વ્યક્તિ તે સાધનોથી, મહેલની પાંચ બારીઓથી જાણેલ અર્થનું સ્મરણ કરનાર દેવદત્ત જેમ મહેલ અને બારીઓથી ભિન્ન છે, તેમ શરીર અને તેની પાંચ ઈન્દ્રિયોથી અર્થ જાણનાર સ્મરણ કરનાર હોવાથી ભિન્ન છે. અને જે ભૂતેન્દ્રિયાત્મક સમુદાયથી ભિન્ન નથી તે અર્થનું સ્મરણ કરનાર