________________
ગુજરાતી પ્રશ્નોત્તર પ્રિયાપ્રિય સ્પર્શતા નથી, તેથી તેને ઉપર મુજબ સંશય થયો છે કે જે જીવ છે તે શરીર છે કે અન્ય કાંઈ છે ? પણ તારી આ શંકા અયોગ્ય છે, કારણ કે –
જેમ પ્રત્યેક રેતીના કણમાં તેલ સર્વથા ન હોવાથી તેના સમુદાયમાં પણ તેલ નથી થતું તેમ ભૂતોમાં પ્રત્યેકમાં પણ ચેતનાનો સર્વથા અંશ માત્ર પણ ન હોવાથી તેના સમુદાયમાં પણ ચેતના ન થાય. અર્થાત્ જે જેની અલગ-અલગ અવસ્થામાં સર્વથા ન હોય તે તેના સમુદાયમાં પણ ન હોય, અને જે જેના સમુદાયમાં હોય તે તેની પૃથફ અવસ્થામાં પણ હોય છે. જેમ તલમાં તેલ પૃથફ અવસ્થામાં હોય છે તો સમુદાયમાં પણ હોય છે. અહીં ભૂતોની પ્રત્યેક અવસ્થામાં ચેતના બિલકુલ દેખાતી નથી એટલે તે ભૂતના સમુદાયથી થયેલ છે એમ કઈ રીતે કહેવાય? પણ તે ભૂતથી ભિન્ન કોઈ અન્ય કારણથી થયેલ છે. તે કારણ ચેતનાની અમૂર્તતા છે. માટે અમૂર્ત એવો જીવ છે એમ માનવું જોઈએ.
પ્રશ્ન-૭૮૨ - જે પ્રત્યેક અવસ્થામાં ન હોય તે સમુદાયમાં પણ ન હોય તેવો તમારો નિયમ બરાબર નથી. કારણ કે મધના કારણો જે ઘાતક પુષ્પાદિ છે તેમાં પ્રત્યેક અવસ્થામાં મદ જણાતો ન હોવા છતાં તેના સમુદાયમાં જણાય જ છે ને?
ઉત્તર-૩૮૨– ના, ઘાતકિ આદિમાં પ્રત્યેકમાં મદ્યનો સર્વથા અભાવ નથી હોતો, પરંતુ દરેકમાં ઓછા-વત્તો મદનો અંશ હોય છે જ, જેમકે ઘાતકિના પુષ્પમાં ચિત્તભ્રમ કરવાની શક્તિ છે, ગોળ-દ્રાક્ષ-શેરડી આદિનાં રસોમાં તૃપ્તિ કરવાની શક્તિ છે, પાણીમાં તરસ મિટાવવાની શક્તિ છે. આમ, દરેકમાં યથાસંભવ જુદી-જુદી શક્તિ હોય છે. એ રીતે જુદા જુદા પૃથ્વી આદિ ભૂતોમાં પણ કોઈક અંશે ચૈતન્ય શક્તિ હોય તો તેમના સમુદાયમાં સંપૂર્ણ ચેતના પ્રગટ થાય, પણ એવું થતું નથી.
વળી, જો એ ઘાતક પુષ્પાદિમાં સર્વથા મદનો અભાવ હોય તો તે મદ્યના કારણો જ કેમ કહેવાય ? અથવા મદ્યનો અર્થ ઘાતકી પુષ્પાદિ શોધીને તેનો સમુદાય કરીને શા માટે મદ્ય બનાવે છે? બીજા ભમ્માદિ પદાર્થોમાંથી કેમ ન બનાવે ?
પ્રશ્ન-૭૮૩ – જુદા જુદા મદ્યના અંગોમાં પણ કાંઈક મદ્ય સામર્થ્ય છે તેથી તેના સમુદાયમાં તે સંપૂર્ણ જણાય છે એ જ રીતે જુદા જુદા ભૂતોમાં પણ કાંઈક ચેતના છે તેથી તે સમુદાયમાં સંપૂર્ણપણે પ્રગટ થતી જણાય છે, જુદી-જુદી અવસ્થામાં ચેતના અલ્પ હોવાથી પ્રગટ જણાતી નથી પણ સમુદાયમાં સંપૂર્ણ થવાથી પ્રગટરૂપે જણાય છે એમ માનવામાં શું વાંધો છે?
ઉત્તર-૭૮૩– અરે આવી પાયા વગરની વાતો કેમ કરે છે? કેમકે ચેતના એ આત્માનો ધર્મ છે અને આત્મા ભૂત સમુદાય અંતર્ગત છે. આત્માના અભાવે ભૂત સમુદાયમાં ચેતના