________________
ગુજરાતી પ્રશ્નોત્તર
૩૯
પણ નથી. કારણ કે અનેક સાધનોથી અર્થને જાણીને તેનું સ્મરણ કરવા છતાં સ્મરણ કરનાર તે સાધનોથી અભિન્ન હોય તો બારીથી અર્થને જાણનાર દેવદત્ત પણ બારી રૂપ થાય.
પ્રશ્ન-૭૮૮ – તો તેમાં ઈન્દ્રિયો જ અર્થગ્રહણ કરે છે તે સિવાય અન્ય કોઈ અર્થ ગ્રહણ કરતું નથી એવું માનો?
ઉત્તર-૭૮૮ - તે યોગ્ય નથી. કેમકે ઈન્દ્રિયોનો તે વ્યાપાર પૂર્ણ થયા પછી પણ ઈન્દ્રિયોથી જાણેલ અર્થનું સ્મરણ થાય છે અને કોઈ વખત ઈન્દ્રિયોનો વ્યાપાર ચાલુ હોવા છતાં અર્થ બોધ થતો નથી.
આત્માની સિદ્ધિ કરનારનું અન્ય અનુમાન :
ઘટાદિ જ્ઞાનરૂપ મતિ, ઈન્દ્રિયોથી ભિન્ન કોઈ વ્યક્તિની છે, કારણ કે ઈન્દ્રિયો વ્યાપાર રહિત થવા છતાં – આંધળા-બહેરાપણું વગેરે અવસ્થામાં ઈન્દ્રિયનો વ્યાપાર નષ્ટ થવા છતાં પણ ઈન્દ્રિય દ્વારા જાણેલા અર્થનું સ્મરણ તો થાય છે. અથવા ઈન્દ્રિયનો વ્યાપાર હોય તો પણ ક્યારેક અનુપયોગ અવસ્થામાં વસ્તુનું જ્ઞાન નથી થતું. ઈન્દ્રિયો જો પદાર્થની જાણનાર હોય તો આંખ ખુલ્લી છતાં શ્રોત્રાદિ ઈન્દ્રિયો પટુ છતાં યોગ્ય દેશમાં સ્થિત શબ્દાદિ વિષય છતાં ઉપયોગ શૂન્ય ચિત્તવાળાને વસ્તુનો બોધ થતો નથી તેનું શું કારણ ? આથી એવું જણાય છે કે ઈન્દ્રિયના સમૂહથી ભિન્ન એવી વ્યક્તિને એ વસ્તુનો બોધ થાય છે. જેમ પાંચ બારીથી સ્ત્રીઆદિ વસ્તુને જોનાર વ્યક્તિ પાંચેય બારીથી ભિન્ન છે એટલે એવો નિયમ ફલિત થશે કે જેનો ઉપરમ થયા છતાં તે વડે જાણેલ અર્થનું જે વ્યક્તિ સ્મરણ કરે છે. તે વ્યક્તિ બારી વડે જાણેલ અર્થનું બારી બંધ થયા પછી પણ સ્મરણ કરનાર દેવદત્તની જેમ ભિન્ન અહીં આત્મા પણ ઈન્દ્રિયનો વ્યાપાર અટક્યા પછી ઈન્દ્રિય રહિત અવસ્થામાં પૂર્વે ગ્રહણ કરેલ અર્થનું સ્મરણ કરે છે તેથી આત્મા ઈન્દ્રિયોથી ભિન્ન છે.
વળી આત્મા ઈન્દ્રિયોથી ભિન્ન હોવાનું બીજું ઉદાહરણ આપે છે. અન્ય ઈન્દ્રિય વડે ગ્રહણ કરીને તે અન્ય ઈન્દ્રિય વડે વિકાર પામે છે, જે અન્ય વડે જાણીને અન્ય વડે વિકાર પામે તે તે બન્નેથી ભિન્ન હોય છે. જેમ અગાસી પર ફરતો દેવદત્ત પૂર્વ તરફથી બારીએથી સ્ત્રીને જોઈને પશ્ચિમ તરફની બારીમાંથી આવેલી સ્ત્રીને હાથ વડે સ્પશદિનો વિકાર બતાવતો તે બંને બારીથી જુદો છે. તેમ આત્મા પણ ચક્ષુ વડે કોઈને આંબલી ખાતો જોઈને જીભમાં લાળ પડવા રૂપ વિકાર પામે છે માટે આત્મા તે બંનેથી ભિન્ન છે. અથવા અન્ય વડે જાણીને ગ્રહણ કરે છે, માટે આત્મા ઈન્દ્રિયથી ભિન્ન છે. | સર્વ ઈન્દ્રિયોથી જાણેલ અર્થના સ્મરણથી આત્મા ઈન્દ્રિયોથી ભિન્ન છે. જેમ ઈચ્છાવશાત સ્પર્ધાદિ પાંચ ભિન્ન-ભિન્ન જ્ઞાનવાળા પાંચ પુરૂષોથી એ પાંચ જ્ઞાનવાળો છઠ્ઠો પુરૂષ જુદો છે