________________
૩૩
ગુજરાતી પ્રશ્નોત્તર હોય તો જીવ અને કર્મનો સંબંધ પણ તેવી રીતે થતો માનવામાં તને વળી કઈ આપત્તિ આવી જવાની ?
પ્રશ્ન-૭૭૬ – મૂર્ત કર્મ વડે અમૂર્ત આત્માને હર્ષ-ખેદ વગેરે અનુગ્રહ-ઉપઘાત કઈ રીતે થઈ શકે? જેમ અમૂર્તિ આકાશને મૂર્તિ ચંદન-અગ્નિજ્વાલા આદિથી અનુગ્રહ-ઉપઘાત થતો નથી તેમ અમૂર્ત આત્માને પણ તે ન થવો જોઈએ ને?
ઉત્તર-૭૭૬ – વિજ્ઞાન-વિવાદ-ધીરજ-સ્મૃતિ વગેરે આત્માના અમૂર્ત ધર્મો છે. તેમને મદીરાપાન-ધતુરો-વિષ-કીડી વગેરેના ભક્ષણથી ઉપઘાત થાય છે. અને દૂધ-સાકર-ઘી થી ભરેલ ઔષધિ વગેરે ખાવાથી અનુગ્રહ થાય છે તેમ અહીં પણ સમજવું.
અથવા આ સંસારી આત્મા એકાંતે સર્વથા અમૂર્ત નથી. કેમકે, અનાદિ કર્મ સંતિથી અન્ય પરિણામને પામેલો છે. તે અગ્નિ અને લોકપિંડ સંબંધ ન્યાયે કર્મ સાથે મળેલો છે. કર્મ મૂર્ત હોવાથી આત્મા પણ તેનાથી કાંઈક અભિન્ન હોવાથી અમૂર્ત છતાં કાંઈક મૂર્તિ છે. તેથી મૂર્ત કર્મ વડે ચેતનામય આત્માને અનુગ્રહ-ઉપઘાત થાય છે. અને આકાશ અમૂર્ત તથા અચેતન હોવાથી તેને તેનાથી અનુગ્રહ-ઉપઘાત થતા નથી.
તથા બીજ અને અંકુરની જેમ શરીર અને કર્મનો પરસ્પર હેતુ-હેતુમદ્ભાવ હોવાથી કર્મસંતાન અનાદિ છે. જેમ બીજથી અંકુરો થાય છે અને અંકુરાથી ફરી બીજ થાય છે. તેમ, શરીરથી કર્મ થાય છે, કર્મ વડે પાછું શરીર થાય છે. આમ, અનાદિકાળથી વારંવાર પરસ્પર કાર્ય અને કારણભાવ હોય છે, આમ પરસ્પર હેતુ-હેતુમદ્ ભાવવાળી વસ્તુઓ પિતા-પુત્ર કે બીજાંકુરની જેમ અનાદિ સંતાનવાળી હોય છે. અહીં શરીર અને કર્મનો પણ તેવો જ ભાવ હોવાથી કર્મસંતાન અનાદિ છે. કર્મનો સર્વથા અભાવ માનવામાં તો સ્વર્ગની ઈચ્છાવાળો અગ્નિહોત્ર યજ્ઞ કરે વગેરે દેવવાક્યો અને લોકમાં દાનાદિ ક્રિયાઓનું ફળ સ્વગદિ કહ્યું છે તે સર્વે નષ્ટ થઈ જાય. માટે કર્મ એ અનાદિ સંતાન છે.
પ્રશ્ન-૭૭૭ – તો પછી શરીરાદિના કર્તા તરીકે કર્મને ન માનીને શુદ્ધ જીવ અથવા ઈશ્વરાદિને માનવામાં આવે તો શું દોષ છે?
ઉત્તર-૭૭૭ – એમ માનવું યોગ્ય નથી, કારણ કે દંડાદિ ઉપકરણ વિનાના કુંભારની જેમ કર્મ વગરનો આત્મા કે ઈશ્વરાદિ પણ શરીર વગેરે કાર્યને ઉપકરણના અભાવે કરતા નથી. જીવ વગેરેને શરીરાદિનો આરંભ કરવા કર્મ વિના બીજું કોઈ ઉપકરણ ઘટતું નથી. કેમકે, ગભદિ અવસ્થામાં એ સિવાય અન્ય ઉપકરણનો સંભવ નથી, તેમજ કર્મ વિનાનો જીવ શુક્ર-શોણિત પણ ગ્રહણ ન કરે. વળી, આકાશની જેમ નિષ્ક્રિય-અમૂર્ત-અશરીરી અને
ભાગ-૨/૪