________________
૩૧
ગુજરાતી પ્રશ્નોત્તર (૩) આત્માના જ્ઞાનાદિ ધર્મોથી ભિન્ન ફૂલની માળા-ચંદન-સ્ત્રી વગેરે બાહ્ય નિમિત્તોથી, ચિકાશથી મજબૂત થતા ઘટની જેમ બળવાન થાય છે તેથી તે મૂર્ત હોય છે તેમ મિથ્યાત્વાદિ હેતુથી કર્મને પણ ઉપચયરૂપ બળ પ્રાપ્ત થાય છે. (૪) આત્માથી ભિન્ન છતાં દૂધની જેમ પરિણામી હોવાથી રૂપી છે.
પ્રશ્ન-૭૭૦– કર્મની રૂપીપણાની સિદ્ધિમાં તમારો પરિણામી હોવાથી હેતુ અસિદ્ધ છે.
ઉત્તર-૭૭૦ – તારી વાત બરાબર નથી. કેમકે કર્મના કાર્ય તરીકે શરીરાદિરૂપ પરિણામ જણાય છે. તે શરીરરૂપ પરિણામી કાર્ય હોવાથી કર્મ પણ અવશ્ય પરિણામી સિદ્ધ છે. કેમકે જેનું કાર્ય પરિણામી હોય તે પોતે પણ પરિણામી હોય. જેમ દહીંનો છાસ રૂપે પરિણામ થાય છે. તેથી તે દહીંનું કારણ દૂધ પણ પરિણામી જણાય છે. તે રીતે કર્મમાં પણ જાણવું.
પ્રશ્ન-૭૭૧ – જેમ આકાશાદિના વિકારોનું વિચિત્રપણું કર્મ વિના પણ જણાય છે, તેમ સંસારી જીવોનું પણ સુખ-દુઃખાદિભાવે વિચિત્રપણું માનીએ તો શું દોષ છે?
ઉત્તર-૭૭૧ – અગ્નિભૂતિ ! ગન્ધર્વનગર-ઈન્દ્રધનુષાદિ અભ્રવિકારોની-ઘર-મંદિરવૃક્ષ-લીલો પીળો વર્ણ વગેરે ભાવોમાં વિચિત્રતા તું માને છે તો કર્મમાં વિચિત્રતા માનવામાં તને શું વાંધો છે? સર્જનપ્રતિત એવા ઈન્દ્રધનુષાદિમાં જેમ બાહ્ય પુદ્ગલ સ્કંધોની વિચિત્રતા તો તું માને છે. તેમ આંતરીક કર્મસ્કંધોમાં પણ પુદ્ગલમયતા સમાન હોવાથી અને તે જીવ સહિત હોવાથી સુખ-દુઃખાદિ ઉત્પન્ન કરવા દ્વારા વિશેષપણે વિચિત્રતાનું કારણ બને છે. તો પછી તેની વિચિત્રતા કેમ નથી માનતો? વાદળા વગેરે બાહ્ય પુદ્ગલો વિવિધરૂપ પરિણામિત થાય છે. તો પછી જીવે ગ્રહણ કરેલાં કર્મપુદ્ગલો વિવિધરૂપ પરિણામ પામે એમાં આશ્ચર્ય શું છે ? ચિત્રકારાદિ એ ગ્રહણ કરેલ ચિત્રાદિ કર્માનુગત પુદ્ગલોની પરિણામની વિચિત્રતા વિશ્રસાદિ પરિણામથી પરિણત થયેલી ઈન્દ્રધનુષાદિના પુગલ પરિણામની વિચિત્રતાથી વિશિષ્ટ પ્રકારની છે એમ જણાય છે. તેવી રીતે જીવે ગ્રહણ કરેલ કર્મપુદ્ગલોની સુખ-દુઃખાદિ જનમરૂપ વિચિત્રતા પણ વિશિષ્ટ પ્રકારની છે.
પ્રશ્ન-૭૭૨ – જો અભ્રવિકારની જેમ કર્મપુદ્ગલોની વિચિત્ર પરિણતિ માનીએ તો પછી જેમ વિચિત્રતા સ્વાભાવિક થાય છે, તેમ આ શરીર પણ સુરૂપ-કુરૂપ-સુખ-દુઃખાદિ ભાવે સ્વભાવથી જ પરિણામ પામે છે એમ જ માનો ને? ફોગટમાં વિચિત્રતાના હેતુભૂતકર્મની કલ્પના કરવાની શી જરૂર છે?
ઉત્તર-૭૭ર – અમે અભ્રવિકારની જેમ શરીરની વિચિત્રતા માનીએ જ છીએ. કર્મ પણ સૂક્ષ્મ શરીર જ છે. એ અત્યંત સુક્ષ્મ-અતીન્દ્રિય અને અત્યંતર માત્ર હોવાથી જીવની સાથે