________________
શ્રી વિશેષાવશ્યક ભાષ્યમ્
પ્રશ્ન-૭૬૭
અશુભ ક્રિયા કરનારને પણ જો અર્દષ્ટ ફળ હોય તો દાનાદિ ક્રિયા કરનારાઓની જેમ તેઓ અશુભ અર્દષ્ટ ફળની ઈચ્છા કેમ કોઈ કરતા નથી ?
30
-
ઉત્તર-૭૬૭ – અદૃષ્ટ ફળવાળી અશુભક્રિયા કોઈ બુદ્ધિપૂર્વક કરતું નથી. તેથી કોઈ પણ તેની ઈચ્છા કરતું નથી. કેમકે સર્વક્રિયાઓ એકાંતે અર્દષ્ટ ફળવાળી છે. એમાંની જે ક્રિયાઓ દષ્ટફળવાળી જણાય છે તે અનેકાંતિક છે, અર્થાત્ કોઈ દષ્ટફળવાળી થાય છે કોઈ નથી થતી. એ દૃષ્ટફળ જે અનેકાંતિક છે તે પણ અદૃષ્ટના પ્રભાવે જ છે. કેમકે સમાન સાધથી આરંભેલી ક્રિયાઓમાં પણ કેટલાંકને ફળવિઘાત જણાય છે કેટલાકને નથી જણાતો. એ બધુ અદૃષ્ટ હેતુ વિના ઘટે નહિ, એ અદૃષ્ટ હેતુ તે કર્મ છે અને તે ફળની વિષમતાના કારણરૂપે પૂર્વે સિદ્ધ થયેલું જ છે. કેમકે, તુલ્ય સાધન છતાં ફળમાં જણાતો વિશેષ તે કાર્યરૂપ છે, અને જે કાર્ય છે તેનું કારણ અવશ્ય હોય છે જ. તે કર્મ છે. કેમકે ઘટનું કારણ પરમાણુઓ. એ કર્મ સર્વક્રિયાઓનું અદષ્ટ ફળ છે અને તે ક્રિયાથી ભિન્ન છે. કર્મ એ કાર્ય છે અને ક્રિયાઓ કારણ છે. કાર્ય અને કારણ પરસ્પર ભિન્ન હોય છે.
પ્રશ્ન-૭૬૮
1
જો શરીરાદિ કાર્યો જોઈને તેના કારણભૂત કર્મની સિદ્ધિ કરો તો તે શરીરાદિકાર્ય મૂર્તિમાન-રૂપી હોવાથી, તેના કારણભૂત કર્મ પણ રૂપી જ સિદ્ધ થશે ને ?
ઉત્તર-૭૬૮ – એ તો અમને ઇષ્ટ જ છે. કેમકે જેનું કાર્ય મૂર્તિમાનૢ હોય તેનું કારણ પણ ઘટના કારણભૂત પરમાણુની જેમ મૂર્તિમાનૢ હોય છે. અને જેનું કાર્ય મૂર્તિમાન નથી તેનું કારણ પણ જ્ઞાનના કારણભૂત આત્માની જેમ મૂર્તિમાન હોતું નથી, માટે કર્મ મૂર્તિમાનૢ છે.
પ્રશ્ન-૭૬૯ આ રીતે કારણ-કાર્ય સંબંધથી કર્મને રૂપી સિદ્ધ કરતાં તો સુખ-દુઃખાદિ પણ કર્મનું કાર્ય છે એ સુખ-દુઃખાદિ કાર્ય અમૂર્ત હોવાથી તેનું કારણ કર્મ પણ અમૂર્ત સિદ્ધ થશે. અને મૂર્તકારણથી અમૂર્તના કારણ બનતા એવા અમૂર્ત કાર્યની ઉત્પત્તિ વળી કેવી ? વળી એક જ વસ્તુમાં મૂર્ત અને અમૂર્ત બંને ધર્મો ક્યાંથી આવ્યા ? આ બંને તો પરસ્પર અત્યંત વિરૂદ્ધ છે.
ઉત્તર-૭૬૯ – સુખ-દુઃખ વગેરે આત્માના ધર્મો હોવાથી આત્મા તેનું સમવાય કારણ છે અને કર્મ તો તેમાં અન્ન-પાણી આદિની જેમ નિમિત્ત કારણ છે માટે કોઈ દોષ નથી.
વળી કર્મરૂપી છે તેને સિદ્ધ કરવાના ચાર હેતુનાં ચાર દૃષ્ટાંતો છે - (૧) જેનો સંબંધ થવાથી સુખાદિનો અનુભવ થાય તે અશનાદિ આહારની જેમ મૂર્ત હોય છે અને સુખાદિનો અનુભવ ન થાય તે આકાશની જેમ અમૂર્ત હોય છે. માટે તે મૂર્તિમાનૢ છે. (૨) વળી જેના સંબંધથી વેદના થાય તે અગ્નિની જેમ રૂપી છે, અહીં કર્મના સંબંધથી પણ વેદના થાય છે.