________________
૨૮
શ્રી વિશેષાવશ્યક ભાષ્યમ્
જ જાય. એમાં કંઈ દોષ નથી. પણ જો તેનાથી કાંઈ ફળ ન મળતું હોય તો તે ક્રિયા કરવા કોઈ તૈયાર ન થાય.
પ્રશ્ન-૭૬૪– ભલે, તમે કહ્યું તેમ દાનાદિ ક્રિયાનું ફળ હો પરંતુ કષિ વગેરે ક્રિયાનું ધાન્ય પ્રાપ્તિ વગેરે દષ્ટફળ છે અને દાનાદિ ક્રિયાનું મનની પ્રસન્નતા વગેરે દષ્ટફળ છે તો પછી કર્મરૂપ અદષ્ટફળ માનવાથી શો લાભ?
ઉત્તર-૭૬૨ – મનની પ્રસન્નતા પણ ક્રિયારૂપ જ છે. એટલે દાનાદિ તથા કૃષિ વગેરે ક્રિયા જેમ ફળવાળી છે તેમ મનની પ્રસન્નતા પણ ફળવાળી છે. એ ફળ એટલે કર્મ જ છે. કેમકે કર્મના પરિણામથી દરેક સમયે પ્રાણીઓને વારંવાર જે સુખ-દુઃખરૂપ ફળ ઉત્પન્ન થાય છે. અને મનની પ્રસન્નતારૂપ દાનાદિ ક્રિયાનું ફળ, તે પણ કર્મથી જ થાય છે.
પ્રશ્ન-૭૬૩- હમણાં તો તમે કહ્યું કે “દાનાદિ ક્રિયાનું ફળ કર્મ છે” એથી દાનાદિ ક્રિયા જ ધર્મનું કારણ છે, એમ કહ્યું અને અહીં હવે મનની પ્રસન્નતા વગેરેને કર્મનું કારણ કહો છો તો પછી તમારી વાતમાં વિરોધ કેમ નહિ આવે?
ઉત્તર-૭૬૩- ના નહિ આવે, કેમકે મનની પ્રસન્નતા વગેરે ક્રિયા કર્મનું અનંતર કારણ છે, અને તેનું કારણ દાનાદિ ક્રિયા છે. એટલે કારણના કારણમાં કારણપણાના ઉપચારથી કોઈ દોષ નહિ રહે.
પ્રશ્ન-૭૬૪ – દાનાદિ ક્રિયાથી મનની પ્રસન્નતાદિ થવાથી આપવાની ઈચ્છાના પરિણામની વૃદ્ધિ થવાથી દાતા વારંવાર દાન આપે છે. એટલે મનની પ્રસન્નતારૂપ ફળને દાનાદિ ક્રિયા જ છે પણ અદૃષ્ટ એવું કર્મ નથી, કારણ કે જ્યાં દષ્ટફળથી હેતુ સિદ્ધ થઈ જતો હોય ત્યાં અદષ્ટ ફળ માનવાનું શું પ્રયોજન હોય?
ઉત્તર-૭૬૪ – એવું નથી, જેમ માટીનો પિડ તે ઘટનું નિમિત્ત છે. તેમ દાનાદિ ક્રિયા પણ મનની પ્રસન્નતાનું નિમિત્ત છે. કેમકે કોઈ સુપાત્રને દાનાદિ કરવાથી ચિત્તને પ્રસન્નતા વગેરે થતા દેખાય છે. માટે જે જેનું નિમિત્ત હોય તે તેનું ફળ ન કહી શકાય, પરસ્પર વિરોધ આવી જાય.
પ્રશ્ન-૭૬૫– સર્વ ક્રિયાઓ (કૃષિ આદિ) દષ્ટ ફળવાળી જ છે એમ માનવું જ ઉચિત છે. નહિ કે અદૃષ્ટ ફળવાળી, જેમકે, પશુ વિનાશરૂપ ક્રિયા માંસ પ્રાપ્તિરૂપ દેખફળવાળી જ છે, કેમકે એવો કોઈ મનુષ્ય ન હોય કે તે પશુહિંસા અધર્મરૂપ અદષ્ટફળ માટે આરંભે. પરંતુ માંસપ્રાપ્તિરૂપ દષ્ટફળ માટે જ આરંભે છે. માટે સર્વક્રિયા દષ્ટફળવાળી જ છે. અર્થાત્ જેમ