________________
શ્રી વિશેષાવશ્યક ભાષ્યમ્
પ્રતિનિયતરૂપ હોવાથી પહોળા પેટાદિ આકારવાળા પદાર્થનો વાચક છે. કેમકે વાચ્ય પણ તેને જ જણાવે છે.
૨૬
આ રીતે પ્રભુવીર દ્વારા ઈન્દ્રભૂતિનો સંશય છેદ થવાથી પાંચસો શિષ્યો સહિત પરમાત્મા પાસે દીક્ષા અંગીકાર કરી પ્રથમ ગણધર થયા.
(૨) અગ્નિભૂતિ - કર્મ છે કે નહિ ?
પ્રશ્ન-૭૫૫ – મિથ્યાત્વાદિ હેતુ યુક્ત જ્ઞાનાવરણાદિ જે કર્મ જીવ વડે કરાય છે તે કર્મ કહેવાય છે તેવું કર્મ છે કે નથી ?
ઉત્તર-૭૫૫ – અગ્નિભૂતિ ! આવો સંશય કરવો યોગ્ય નથી. તને આવો સંશય થયો છે તે માટે કારણભૂત પરસ્પર વિરૂદ્ધ અર્થ બતાવનારા વેદનાં પદો છે. તેનો અર્થ તું બરાબર જાણતો નથી. તેથી તને આવો સંશય થાય છે. હું વેદના પદોનો ખરો અર્થ કહું છું તે સાંભળ.
જ્ઞાનાવરણાદિપણે રહેલ પરમાણુના સમૂહરૂપ કર્મમાં તને સંશય છે. તું એમ માને છે કે જ્ઞાનાવરણીયાદિ કર્મ અતીન્દ્રિય હોવાથી ગધેડાના શિંગડાની જેમ પ્રત્યક્ષ નથી. એટલે તું કર્મને પણ જીવની જેમ સર્વ પ્રમાણાત્મક જ્ઞાનગોચર રહિત માને છે. પણ એવું તું નહિ માન. કેમકે એ કર્મ મને પ્રત્યક્ષ છે અને તને પણ અનુમાન ગમ્ય છે. એટલે સર્વપ્રમાણ જ્ઞાનના વિષય રહિત છે એવું ન કહેવાય. કેમકે સુખ-દુઃખનો અનુભવ તેનું ફળ છે.
પ્રશ્ન-૭૫૬
ઉત્તર-૭૫૬ – હે ભદ્ર ! તારી વાત યોગ્ય નથી. કોઈને કોઈ વસ્તુ બીજાને પણ પ્રત્યક્ષ હોય જ એવો કોઈ નિયમ નથી. કેમકે- સિંહ, હંસ વગેરે સર્વજનોને પ્રત્યક્ષ નથી, તો તે નથી એમ થોડું કહેવાય ? કેમકે તે તો બાળકો પણ જાણે છે. કર્મ મને પ્રત્યક્ષ છે કેમકે હું સર્વજ્ઞ છું.
—
તો મને કર્મ પ્રત્યક્ષ કેમ નથી ?
-
પ્રશ્ન-૭૫૭
ઉત્તર-૭૫૭ – તને જે સંશય હોય તે મને પૂછ હું તેનું સમાધાન કરું એટલે તને મારા સર્વજ્ઞપણાની ખાતરી થઈ જશે.
તમે સર્વજ્ઞ છો એની સાબિતી શું ?
પ્રશ્ન-૭૫૮ – પુષ્પમાળા-ચંદન-સ્ત્રી વગેરે સુખના હેતુઓ અને સર્પ-વિષ-કાંટા વગેરે દુઃખના હેતુઓ આ બંને પ્રત્યક્ષ છે, તો સુખ અને દુઃખના દેખીતા હેતુઓ છોડીને કર્મરૂપ અદૃષ્ટ હેતુ કલ્પવાથી શું વળવાનું છે ?