________________
ગુજરાતી પ્રશ્નોત્તર અભાવે જ્ઞાનનો સદ્ભાવ માનેલો છે. યાજ્ઞવક્ય અને સમ્રાટાચાર્ય શ્રુતિમાં કહે છે - "अस्तमिते आदित्ये, चन्द्रमस्यस्तमिते, शान्तेऽग्नौ शान्तायां वाचि किं ज्योतिरेवायं पुरुषः ? માત્મળ્યોતિઃ” અર્થાત સૂર્યાદિ અસ્ત થયે કઈ જ્યોતિ હોય છે? આત્મજયોતિ. જયોતિ એટલે જ્ઞાન. આ પ્રમાણે વેદજ્ઞોએ જ્ઞાનધર્મવાળો આત્મા કહેલો છે. માટે જ્ઞાન એ ભૂતનો ધર્મ નથી પણ આત્માનો ધર્મ છે. કેમકે, મુક્તાવસ્થામાં ભૂતના અભાવે પણ જ્ઞાન હોય છે, અને મૃત શરીરમાં ભૂત હોવા છતાં જ્ઞાન નથી. જેમકે ઘટનો ભાવ અને અભાવ હોય ત્યારે પટનો એનાથી વિપરિત અભાવ અને ભાવ હોય છે. તેથી પટ એ ઘટનો ધર્મ થતો નથી. તેમ અહીં પણ ભૂતના ભાવાભાવે પણ જ્ઞાનનો અભાવ કે ભાવ હોય છે તેથી તે તેનો ધર્મ નથી પણ આત્માનો ધર્મ છે.
સર્વ વેદપદોનો સંક્ષેપ અર્થ :
પ્રશ્ન-૭૫૪- જેમ ભેરી વગેરે વાજિંત્રોના અવાજનો શબ્દ થાય છે તે શબ્દ-અવાજ અર્થ હશે? કે જે ઘટ પટ આદિ શબ્દ બોલવાથી તે પદાર્થ સંબંધી વિજ્ઞાન થતું જણાય છે, તે તેમનો અર્થ હશે? અથવા ઘટ શબ્દ કોઈએ બોલ્યો હોય તે સાંભળીને “પહોળા પેટાદિ આકારવાળું પાણી ભરવાનું સાધન ઘટ પદાર્થ કહ્યો, પણ પટાદિ નથી કહ્યો. એ રીતે જે વસ્તુનો ભેદ જણાય છે તે તેમનો અર્થ છે? અથવા જેમ “ગાય” શબ્દ બોલતાં ગાય જાતિનું ભાન થાય છે તેમ તે જાતિરૂપ એ પદોનો અર્થ હશે? અથવા દંડી વગેરે કહેવાથી દંડયુક્ત પુરુષરૂપ દ્રવ્ય સમજાય છે, તેમ તેનો અર્થ દ્રવ્ય હશે? કે “દોડે છે ઈત્યાદિ શબ્દોની જેમ દોડવું વગેરે ક્રિયા તેમનો અર્થ હશે? સફેદ-રક્ત વગેરે શબ્દોની જેમ સફેદ-રક્તાદિ ગુણ તેઓનો અર્થ હશે?
ઉત્તર-૭૫૪ – ગૌતમ ! તારા આ પ્રકારનાં સંશયો અયોગ્ય છે. કેમકે “આ રીતે જ છે પણ આ રીતે નથી જ” એમ કોઈ પણ વસ્તુના ધર્મનો એકાંત નિશ્ચય કરવો અયોગ્ય છે. શબ્દ પણ વસ્તુ વિશેષ જ છે. તેથી “આ શબ્દ આવા અર્થને જ જણાવનાર છે અને આવો અર્થ જણાવતો નથી જ એ રીતે પણ એના ધર્મનો નિશ્ચય કરવો બરાબર નથી, કેમકે સર્વ વાચ્યવાચકાદિ વસ્તુનો નિશ્ચય સ્વ-પર પર્યાયોથી સામાન્ય વિવક્ષાથી સર્વાત્મક છે. ફક્ત સ્વપર્યાયની અપેક્ષાએ સર્વથી ભિન્ન છે. એટલે વિવક્ષા વડે જ સર્વ વસ્તુ અસર્વમય પણ છે, તેથી સર્વપદોનો અર્થ વિવક્ષાવશ સામાન્યમય અથવા વિશેષમય કહેવો યોગ્ય છે, પણ એકાંતે
આમ જ છે કે આમ નથી જ' કહેવું અયોગ્ય છે. કારણ કે સર્વ પદાર્થો વાચ્ય-વાચકપણે વસ્તુના સ્વભાવ પર્યાયની અપેક્ષાએ વિવિધ પ્રકારે છે. એટલે સામાન્ય વિવેક્ષાથી ઘટ શબ્દ સર્વાત્મક હોવાથી દ્રવ્ય-ગુણ-ક્રિયા વગેરે સર્વ અર્થનો વાચક છે. અને વિશેષ વિવક્ષાએ તે