________________
ગુજરાતી પ્રશ્નોત્તર
૨૩
ઉત્તર-૭પર – એ બરાબર નથી, જો એ પ્રમાણે સર્વ શરીરોમાં આકાશની જેમ એક જ આત્મા હોય તો તે આકાશની જેમ સર્વપિંડોમાં એકલિંગવાળો જણાવો જોઈએ. એમ તો છે નહિ, વળી દરેક જીવો ઘટાદિની જેમ લક્ષણાદિના ભેદથી ભિન્ન-ભિન્ન છે. અને જો આત્મા સર્વત્ર એક માનો તો સુખ-દુઃખ-બંધ-મોક્ષનો અભાવ થઈ જાય. માટે ઉપયોગ લક્ષણવાળો આત્મા છે અને તે દરેક શરીરમાં ભિન્ન ભિન્ન છે. કેમકે દરેક શરીરમાં ઉપયોગની ન્યૂનાધિકતાથી અનંતા ભેદ થાય છે તેથી જીવો પણ અનંતા છે.
વળી, આત્માને એક અને સર્વગત માનવાથી આકાશની જેમ આત્માના મોક્ષાદિ પણ ન સંભવે. કેમકે જ્યાં દુઃખાદિ હોય ત્યાં દેવદત્તાદિ જેમ સર્વગતપણું હોતું નથી. અને આત્માને એક માનતાથી કર્તા-ભોક્તા-મંતા વગેરે વિશેષણો પણ નહિ રહે, કેમકે તે એક હોવાથી આકાશની જેમ કર્તા-ભોક્તાદિ નથી. આત્માને એક જ માનવાથી આખા શરીરે રોગી અને અલ્પભાગમાં નીરોગી મનુષ્યની જેમ સુખી નહી ગણાય, તેમ ઘણો-ખરો બંધાયેલો અને થોડો છૂટો એવો કોઈ મુક્ત નહિ કહેવાય. એમ માનવાથી તો સુખાદિ જ અસિદ્ધ થઈ જાય માટે જીવ એક નથી પણ અનેક છે તે સિદ્ધ થાય છે.
વળી આત્મા શરીર પ્રમાણ જ છે કેમકે આત્માના ગુણો ત્યાં જ જણાય છે જેમકે ઘડો ઘડાના આકારમાં જણાય છે પણ તુટેલા ઘડામાં નથી જણાતો તેમ શરીરની બહાર આત્મા નથી જણાતો માટે એને અસર્વગત માનીએ તો જ તેને કર્તા-ભોક્તા-સુખાદિ ધર્મો ઘટે નહિ તો ન ઘટે. એમ, સિદ્ધ થયેલા જીવને તું સ્વીકાર.
ગૌતમ! “વિજ્ઞાન વૈ? ” ઇત્યાદિ વેદપદોનો અર્થ તું યથાર્થ જાણતો નથી. કેમકે તું માને છે પૃથ્વી આદિ ભૂતોના વિજ્ઞાન અંશોનો જે સમુદાય, તે વિજ્ઞાનઘન. અહીં જે પર્વ કાર છે તે ભૂત સમુદાયથી અલગ અને જ્ઞાનદર્શનાદિગુણોના આશ્રયભૂત એવા આત્માનો નિષેધ કરવા માટે છે. એટલે કે પૃથ્વી આદિ ભૂતોનાં વિજ્ઞાન અંશોનો સમુદાય તે જ આત્મા છે પણ તે સિવાય જ્ઞાનાદિ ગુણવાળો આત્મા નથી, જેમ ઘાતકી વગેરેમાં મદ ભાવ છે તેમ પૃથ્વી આદિ ભૂતોમાં વિજ્ઞાનભાવ છે, એ આત્મા પૃથ્વી આદિ ભિન્ન-ભિન્ન ભૂતોથી થતો નથી. પણ ભૂત સમુદાયથી જ ઉત્પન્ન થયેલ છે. નરકાદિ પરભવમાંથી પણ આવેલો નથી તેથી એવો વિજ્ઞાન માત્ર આત્મા પૃથ્વી આદિ ભૂતોનો નાશ થતાં તરત જ નષ્ટ થાય છે, પણ આત્મવાદિયોના કહેવા અનુસાર કોઈ અન્ય ભવમાં જતો નથી. કેમકે પ્રેત્ય સંજ્ઞા જ નથી. ગૌતમ ! શ્રુતિનો એ પ્રમાણે અર્થ તું માને છે તે અયોગ્ય છે, કેમકે – એમ માનવાથી તેને જીવ વિશે સંશય થયો છે. અને વળી, “નહિ વૈ સશરીરસ્ય” એવા બીજા વેદવાક્યોમાં “જીવ છે” એમ કહ્યું છે. તથા “નહોત્ર કુહુયાત્ સ્વામ:” વગેરે પદથી અગ્નિ-હોમ આદિ