________________
૨૪
શ્રી વિશેષાવશ્યક ભાષ્યમ્
ક્રિયાના ફલસ્વરૂપ પરભવ છે એમ જ જણાય છે. આ રીતે પરસ્પર વિરોધિ વેદવાક્યોના અર્થથી તને સંશય છે કે “આત્મા છે કે નહિ ?' હવે આ વેદપદોનો સમ્યગર્થ તું સાંભળ.
વિજ્ઞાનઘન એટલે જીવ કહેવાથી વિશિષ્ટ જ્ઞાન તે વિજ્ઞાન અથવા જ્ઞાન-દર્શન ઉપયોગ તે વિજ્ઞાન. એ વિજ્ઞાન અભિન્ન હોવાથી તેની સાથે એકરૂપતાથી નિબિડપણું પામેલ આત્મા તે વિજ્ઞાનઘન કહેવાય છે. અથવા આત્માના દરેક પ્રદેશો અનંતાનંત વિજ્ઞાન પર્યાયના સમૂહથી વ્યાપ્ત હોવાથી વિજ્ઞાનઘન કહેવાય. પર્વ શબ્દ નિશ્ચયવાચી હોવાથી આત્મા વિજ્ઞાનઘન જ છે, પણ તૈયાયિકાદિના મતે આત્મા સ્વરૂપે વિજ્ઞાન રહિત છે. અને તેમાં બુદ્ધિ સમવાય સંબંધથી થાય છે - એવો નથી. તેથી એ મતના નિરાસ માટે એવકાર છે. એ વિજ્ઞાનઘન આત્મા ઘટ-પટાદિ ષેય વસ્તુરૂપ ભૂતોમાંથી ઉત્પન્ન થઈને, જ્ઞાનના અવલંબનભૂત ઘટાદિભૂતો, અનુક્રમે કોઈ આવરણ આવવાથી અથવા અન્યમનસ્કાદિ કારણથી આત્માને અર્થાન્તરમાં ઉપયોગ થવાથી વિશેયભાવે એટલે જ્ઞાનના વિષયપણાથી જ્યારે વિનાશ પામે, ત્યારે તે બોધરૂપ પર્યાય વડે વિજ્ઞાનઘન આત્મા પણ નાશ પામે છે, અહીં એટલું યાદ રાખવું કે આત્મા સર્વથા નાશ નથી પામતો. કેમકે, એક જ આત્મા ત્રણે સ્વભાવવાળો છે. જ્યારે અન્ય અર્થમાં ઉપયોગ થાય, ત્યારે તે આત્મા પૂર્વના જ્ઞાનોપયોગની અપેક્ષાએ વિનાશરૂપ છે, બીજા જ્ઞાનોપયોગની અપેક્ષાએ ઉત્પાદરૂપ છે અને અનાદિકાલિન સામાન્ય વિજ્ઞાનમાત્રની પરંપરાથી અવિનાશી સ્વભાવવાળો છે.
“ પ્રત્યäાતિ' પદનો યોગ્ય અર્થ:
વર્તમાન ઉપયોગને લીધે પૂર્વ સંજ્ઞા રહેતી નથી, જ્યારે ઘટનો ઉપયોગ નિવૃત્ત થાય અને પટનો ઉપયોગ ઉત્પન્ન થાય ત્યારે પૂર્વના ઘટોપયોગની સંજ્ઞા નથી હોતી પણ પટ જ્ઞાનોપયોગી સંજ્ઞા હોય છે માટે વિજ્ઞાનના નામથી વેદ પદોમાં આત્મા જ કહેલ છે, માટે આત્મા છે એવું માન.
પ્રશ્ન-૭૫૩ – તમારા કહેવા મુજબ તો જ્ઞાન એ ભૂતનો ધર્મ થયો એટલે કે જ્ઞાન ભૂતસ્વભાવરૂપ થયું કેમકે, ભૂતથી ઉત્પન્ન થયેલું જ્ઞાન ભૂતના નાણે નાશ પામે છે એમ તમે કહ્યું તો વાત એમ જ થઈને કે ભૂતના સભાવે જ્ઞાનનો અભાવ અને ભૂતના અભાવે જ્ઞાનનો પણ અભાવ થાય છે. અને જેના અભાવે જે ન હોય જેમકે ચંદ્રના અભાવે ચાંદની તે તેનો ધર્મ હોય છે. એ રીતે જ્ઞાન પણ ભૂતની સાથે અન્વય-વ્યતિરેકથી છે. માટે આ જ્ઞાન એ ભૂતનો જ ધર્મ થયો ને?
ઉત્તર-૭૫૩ – ના, કેમકે નીલપીતાદિ ભૂતગ્રાહક વિશિષ્ટ જ્ઞાન જ ભૂતની સાથે અન્વય-વ્યતિરેકથી રહે છે. પણ સામાન્યજ્ઞાન એ રીતે રહેતું નથી. કેમકે વેદમાં પણ ભૂતના