________________
૩૨
શ્રી વિશેષાવશ્યક ભાષ્યમ્ એકમેક થયેલું છે એટલે અભ્રવિકારની જેમ બાહ્ય શરીરની વિચિત્રતાની જેમ કામણ શરીરની વિચિત્રતા પણ માન.
પ્રશ્ન-૭૭૩– બાહ્ય શરીરની વિચિત્રતા તો સાક્ષાત્ જણાય છે એટલે માની લઈએ પણ અત્યંતર કર્મ શરીરની વિચિત્રતા કઈ રીતે માનવી? તે સૂક્ષ્મ શરીર તો અપ્રત્યક્ષ છે એટલે તેને ન માનવામાં શું દોષ આવે?
ઉત્તર-૭૭૩ – જો તે સૂક્ષ્મ શરીર ન માનીએ તો મરતા સમયે છોડેલા સ્થૂળ શરીરવાળા જીવને ભવાંતરમાં ફરી સ્થૂળ શરીરની પ્રાપ્તિમાં કારણભૂત જે સૂક્ષ્મ શરીર છે. તેના વિના તે સ્થળ શરીરની પ્રાપ્તિ ન થાય. કેમકે કારણ વગર અન્ય શરીર ગ્રહણ થઈ શકતું નથી એટલે બીજા શરીરની પ્રાપ્તિ વિના મર્યા પછી શરીર રહિત થવાથી સર્વ જીવોને પ્રયત્ન વગર જ સંસારનો છેદ થાય, એટલે મોક્ષ મળી જાય અથવા શરીર વગરના જીવોને પણ નિષ્કારણ સંસારમાં ભટકવાનું થાય. એ રીતે સંસારથી મુક્ત એવા સિદ્ધના જીવોને પણ નિષ્કારણ સંસારભ્રમણ થાય. અને એ જ રીતે પાછું મોક્ષગમન થાય. એટલે વિચિત્રતાના કારણભૂત કર્મને માની લે તો આ બધા દોષો નહિ આવે.
પ્રશ્ન-૭૭૪ – તમે આગળ કહ્યું છે કે કર્મ મૂર્ત છે તો મૂર્ત કર્મનો અમૂર્ત આત્મા સાથે સંયોગ સંબંધ કે સમવાય સંબંધ કઈ રીતે ઘટે?
ઉત્તર-૭૭૪– જેમ મૂર્તિ એવા ઘટનો અમૂર્ત એવા આકાશ સાથે સંયોગ સંબંધ છે, તથા આંગળી આદિ દ્રવ્યનો સંકોચન-પ્રસારણાદિ ક્રિયાની સાથે સમવાય સંબંધ છે, તેમ અહીં પણ આત્મા અને કર્મનો સંબંધ છે. અથવા જેમ આ બાહ્યસ્થૂળ શરીર જીવ સાથે સંબંધવાળું પ્રત્યક્ષ ચેષ્ટા કરતું દેખાય છે તેમ ભવાંતરમાં જતા જીવની સાથે સંબંધવાળું કાર્મણ શરીર પણ છે એવું માની લે.
પ્રશ્ન-૭૭૫ – તો ધર્માસ્તિકાય - અધર્માસ્તિકાયના નિમિત્તે જીવની સાથે સંબંધવાળું બાહ્ય શરીર ચેષ્ટા કરે છે એમ માનો ને?
ઉત્તર-૭૭પ – અરે ભલા માણસ! આ ધર્મ-અધર્મ મૂર્તિ છે કે અમૂર્તિ? જો મૂર્ત માનતો હોય તો તેમનો અમૂર્ત આત્મા સાથે સંબંધ કેવી રીતે છે? અને ગમે તે પ્રકારે એ સંબંધ છે એમ માને તો તેવી રીતે કર્મનો પણ તેની સાથે સંબંધ કેમ નથી માનતો? અને તું જો ધર્મઅધર્મને અમૂર્ત માનતો હોય તો બાહ્ય-મૂર્ત-સ્થૂલ શરીર સાથે તે અમૂર્તનો સંબંધ કઈ રીતે થાય? કેમકે તું તો મૂર્તિની સાથે અમૂર્તના સંબંધને માનતો નથી. અને કદાચ તું એ સંબંધ વિના બાહ્ય શરીરની ચેષ્ટાઓમાં તેઓ નિમિત્તરૂપ ન થાય. અને કદાચ તું એ સંબંધને માનતો