________________
૨૭
ગુજરાતી પ્રશ્નોત્તર
ઉત્તર-૭૫૮ – તારી માન્યતામાં વ્યાભિચાર દોષ છે. ઈષ્ટનિષ્ટ શબ્દાદિ વિષયરૂપ સુખ-દુઃખના સાધનો સરખા હોવા છતાં તેના સુખ-દુઃખ અનુભવ રૂપ ફળમાં તરતમતા દેખાય છે તે કોઈ અદષ્ટ હેતુ વિના સંભવે નહિ. કેમકે, ઘટની જેમ કાર્ય છે. તેમાં વિશેષતા કરનાર અદષ્ટ કારણ છે તે છે કર્મ.
કર્મની સિદ્ધિ માટેનાં બીજા કેટલાંક અનુમાનો :
યુવાનનું શરીર જેમ બાળ શરીરપૂર્વક છે તેમ બાળ શરીર પણ ઈન્દ્રિયવાળું-સુખી-દુઃખીશ્વાસોચ્છવાસ-નિમેષોન્મેષ-જીવનાદિવાળું હોઈ કોઈ બીજા શરીરપૂર્વક છે.
પ્રશ્ન-૭૫૯ – પૂર્વજન્મમાં થઈ ગયેલા શરીરપૂર્વક એ પ્રથમ બાળ શરીર છે એમ માનોને?
ઉત્તર-૭૫૯-ન મનાય. કેમકે, પૂર્વજન્મનું શરીર અપાંતરાલ ગતિમાં હોતું નથી એટલે તેના પૂર્વકનું બાળશરીર ન કહી શકાય. અને શરીર વિનાના આત્માને નિયતગર્ભ-નિયમદેશ અને નિયતસ્થાનની પ્રાપ્તિપૂર્વક શરીરની પ્રાપ્તિ ઘટે નહિ. કેમકે એમ થવામાં ત્યાં કોઈ નિયામક કારણ નથી.
પ્રશ્ન-૭૬૦ - તે શરીર પ્રાપ્તિમાં સ્વભાવ એ જ કારણ છે એમ કહીએ તો?
ઉત્તર-૭૬૦- ના કહેવાય,કેમકે અમે આગળ તે સ્વભાવવાદ સંબંધી નિરાકરણ કરશું. માટે તે બાળશરીરની પૂર્વે જે બીજું શરીર અમે કહીએ છીએ તે કાર્મણ શરીર છે. અને કાર્પણ શરીર તે કર્મમય જ છે.
કૃષિ ક્રિયા જેમ ધાન્યાદિ ફળવાળી છે તેમ ચેતને આરંભેલ દાનાદિ ક્રિયાઓ પણ ફળવાળી છે તેમનું ફળ છે કર્મ. વળી જે ક્રિયાઓ નિષ્ફળ હોય છે તે પરમાણુ આદિની ક્રિયાની જેમ ચેતને આરંભેલી પણ નથી હોતી. દાનાદિ ક્રિયાઓ ચેતને આરંભેલી હોવાથી ફળવાળી જ હોય છે.
પ્રશ્ન-૭૬૧ – કૃષિ વગેરે કેટલીક ક્રિયાઓ ચેતને કરેલી હોય તે છતાં પણ કોઈક વખત નિષ્ફળ જાય છે. તો પછી ચેતને કરેલી ક્રિયાઓ ફળવાળી જ હોય એમ કઈ રીતે કહી શકાય ?
ઉત્તર-૭૬ ૧ – ફળના અભિપ્રાયથી તે ક્રિયાનો આરંભ કરેલો હોય છે. તેમ છતાં તે સંબંધી ક્રિયાનું બરાબર જ્ઞાન ન હોય, તે સંબંધી તેવી સામગ્રી ન હોય તો નિષ્ફળ પણ જણાય. તે જ રીતે દાનાદિ ક્રિયા પણ મનશુદ્ધિ વગેરે સામગ્રી વગરની હોય તો તે પણ નિષ્ફળ