________________
૨૯
ગુજરાતી પ્રશ્નોત્તર હિંસાદિ અશુભક્રિયામાં અદૃષ્ટફળનો અભાવ છે તેમ દાનાદિ શુભક્રિયામાં પણ અદેખફળનો અભાવ કેમ ન માનવો?
ઉત્તર-૭૬૫ – હે અગ્નિભૂતિ ! જે કારણે જીવો મોટા ભાગે કૃષિ વાણિજ્ય વગેરે દષ્ટફળવાળી અશુભક્રિયામાં પ્રવર્તે છે, અને અદષ્ટ ફળવાળી દાનાદિ ક્રિયામાં ઘણા ઓછા જીવો પ્રવર્તે છે, તે જ કારણે તે અશુભ ક્રિયાઓ દષ્ટફળવાળી અને અદષ્ટ ફળવાળી બંને પ્રકારે છે એમ માન. જો કે કૃષિઆદિ ક્રિયા કરનારાઓ દૃષ્ટફળ માટે જ તે ક્રિયાઓ આરંભે છે. અધર્મ માટે આરંભતા ન હોવા છતાં તેઓ તેનું પાપરૂપ અદૃષ્ટ ફળ ભોગવે જ છે. એમ ન હોય તો જીવો અનંત સંસારી થાય જ નહિ, આમ તેઓ હિંસાદિ ક્રિયાના અદષ્ટફળ રૂપ પાપના કારણે અનંત સંસારમાં ભટકે છે અને દાનાદિ શુભક્રિયા કરનારા તેનું ધર્મરૂપ અદષ્ટ ફળ પામીને અનુક્રમે સંસારથી મૂકાય છે.
પ્રશ્ન-૭૬૬ – ભલે દાનાદિ શુભક્રિયા કરનારને તેમના ઈચ્છિત ધર્મરૂપ અદૃષ્ટ ફળની પ્રાપ્તિ થાય પણ અશુભ ક્રિયા કરનારા તો અધર્મરૂપ અદષ્ટફળ ઈચ્છતા નથી તો તે તેમને કઈ રીતે થાય?
ઉત્તર-૭૬૬ – અવિકલ-સંપૂર્ણ કારણ પોતાના કાર્યને ઉત્પન્ન કરવા કોઈની પણ ઈચ્છાની અપેક્ષા રાખતું નથી. તે તો પોતાનું કાર્ય કરે જ છે. કોઈ ખેડુત જેમ ધાન્ય વાવતો હોય છતાં અજાણતાં તેનાં કોદરાનું બીજ પડી જાય તો તે બીજા જલાદિ સામગ્રી સદ્ભાવે ખેડૂતની ઈચ્છા વિના પણ ઊગી નીકળે છે. તેમ કૃષિ-હિંસાદિ પણ અવિકલ કારણને પામીને કર્તાની ઈચ્છા વિના પણ અધર્મરૂપ કાર્યને ઉત્પન્ન કરે જ છે, આ રીતે દાનાદિ શુભક્રિયાના કર્તાને પણ ઈચ્છાવિના ધર્મરૂપ અદષ્ટફળ થાય છે. આમ સર્વક્રિયાઓનું શુભ અથવા અશુભ અદષ્ટફળ તો હોય જ છે. નહિ તો તે ક્રિયા કરનારા મૃત્યુ પછી તરત જ પ્રયત્ન વિના જ સંસારથી મુક્ત થઈ જાય અને પ્રાયઃ સંસાર શૂન્ય થઈ જાય. અથવા અદષ્ટ ફળવાળી દાનાદિ ક્રિયાઓનો આરંભ જ સંસાર પરિભ્રમણનું કારણ થવાથી અતિક્લેશવાળો થાય, કેમકે દાનાદિ ક્રિયા કરનારાઓ અદફળનો બંધ કરવાથી ભવાંતરમાં પણ તેનો વિપાક ભોગવે પાછો દાનાદિ ક્રિયા કરે એમ વારંવાર થવાથી તેમને અનંત સંસાર થાય. અને કૃષિ-હિંસાદિ અશુભ ક્રિયા કરનારો અદષ્ટનો સંચય ન કરતો હોવાથી મોક્ષમાં જતો રહે અને એવી ક્રિયા કરવાવાળા કોઈ જીવ સંસારમાં ન રહે અને માત્ર દાનાદિના શુભ ફળ વિપાકને ભોગવનારા જ રહે. પણ એવું તો ક્યાંય દેખાતું નથી.
તથા આ જગતમાં દુઃખી જીવો ઘણા છે જ્યારે સુખી જીવો બહુ અલ્પ છે, એનાથી જણાય છે કે કૃષિ-હિંસાદિથી થતું અશુભ કર્મરૂપ અદષ્ટફળ દુ:ખી જીવોને હોય છે. અને દાનાદિ ક્રિયાથી થતું શુભકર્મરૂપ અદૃષ્ટફળ સુખી જીવોને હોય છે.