________________
ગુજરાતી પ્રશ્નોત્તર
૧૯
કે પુરુષનો નિશ્ચય કરવા ઈચ્છનારને ‘આ શું છે ?’ એવો વિમર્શરૂપ સંશય થાય છે એમાં પુરુષ કે સ્થાણુ આદિ વસ્તુનો અભાવ નથી. કેમકે જે વસ્તુ જ ન હોય તેનો સંશય પણ ક્યાંથી થાય ? આ રીતે આત્મા અને શરીરના સામાન્ય-વિશેષ ધર્મ જાણનાર પ્રમાતા બંનેના સામાન્યધર્મો પ્રત્યક્ષ થવાથી અને વિશેષધર્મો પ્રત્યક્ષ ન થવાથી બેમાંથી એકનો નિશ્ચય કરવા સંશય કરે ‘આ આત્મા છે ? કે કેવલ શરીર છે ?’ આવો સંશય આત્મા કે શરીર બંને સ્વતંત્ર હોય તો જ થાય છે એકના પણ અભાવમાં ન થાય.
પ્રશ્ન-૭૪૩ અરણ્યમાં સ્થાણુ-પુરુષનો સંશય થતાં ત્યાં અથવા અન્ય સ્થળે બેમાંથી એક વસ્તુ હોય છે, પણ બંને વસ્તુ નથી હોતી તો પછી વિદ્યમાન વસ્તુમાં જ સંશય થાય, એમ કેમ કહો છો ?
ઉત્તર-૭૪૩ – તું સમજ્યા વગર બોલે છે, કારણ કે અમે એવું કાંઈ નથી કહેતા કે તે જ સ્થળે બંને વસ્તુ હોવી જોઈએ, અમે તો એમ કહીએ છીએ કે જે સંબંધી સંદેહ થાય તે વસ્તુ ત્યાં અથવા અન્ય સ્થળે અવશ્ય હોય જ છે, જીવ વિશે પણ સંશય થાય છે. માટે જીવ પણ
જ.
પ્રશ્ન-૭૪૪ – જો એ પ્રમાણે જેના સંબંધી સંશય થાય તે વસ્તુ અવશ્ય હોવી જ જોઈએ એમ તમે કહો છો તો કોઈને ગધેડાના શિંગડા વિશે સંશય થાય, જેમકે ‘આ ગધેડાના શિંગડા છે કે કોઈ બળદ વગેરેનાં છે ?’ એવા સંશયના ફળભૂત ત્યાં ગધેડા પણ હોવા જોઈએ ને ?
ઉત્તર-૭૪૪ – અરે ! હમણાં જ તો કહ્યું છે ત્યાં અથવા બીજે ઠેકાણે વિદ્યમાન વસ્તુ હોય, તો તેમાં સંશય થાય છે. અવિદ્યમાન વસ્તુમાં નહિ, ગધેડાને શિંગડાનો અભાવ છે, પણ અન્યત્ર બળદ વગેરેને તો છે જ, માટે કાંઈ પણ દોષ નથી.
અન્ય પ્રકારે આત્માની સિદ્ધિ કરે છે.
જીવરૂપ વ્યુત્પત્તિવાળા શુદ્ધ પદનો પ્રતિષેધ કરનારો અજીવ છે. એથી તેનો પ્રતિપક્ષવાન્ છે. કેમકે જ્યાં વ્યુત્પત્તિવાળા શુદ્ધ પદનો નિષેધ હોય છે ત્યાં તેનો પ્રતિપક્ષ હોય છે. જેમ અઘટ તે ઘટરૂપનો પ્રતિપક્ષ છે. કેમકે અઘટ એમ કહેવામાં વ્યુત્પત્તિવાળા શુદ્ધ પદનો નિષેધ કર્યો છે તેથી તેના પ્રતિપક્ષી ઘટનો સદ્ભાવ અવશ્ય હોવો જોઈએ. અને જે પ્રતિપક્ષવાન્ નથી ત્યાં વ્યુત્પત્તિવાળા શુદ્ધ પદનો નિષેધ પણ નથી. જેમકે, અખવિષાણ-ડિત્ય વગેરે, અહીં અખવિષાણ એટલે ખવિષાણરૂપ સમાસવાળા અશુદ્ધ પદનો નિષેધ કર્યો છે. એટલે ખરવિષાણનો પ્રતિપક્ષી કોઈ પદાર્થ નથી. આ રીતે ‘અડિત્ય’નો પ્રતિપક્ષ કોઈ ‘ડિત્ય’ પદાર્થ નથી. અને ‘અહીં ઘટ નથી' એવો શબ્દપ્રયોગ અન્ય ઘટના સદ્ભાવ વિના થતો નથી. તે