________________
૧૫
ગુજરાતી પ્રશ્નોત્તર નથી, આગમાદિથી પણ થતો નથી, કેમકે પ્રમાણ ન જાણનારા બાળ-ગોપાળ આદિને પણ હૃદયમાં સ્વસંવેદ્ય “અહં” પ્રત્યયની પ્રતીતિ થાય છે. જે ઘટ-ઘટાદિમાં નથી. તેથી આત્મા પ્રત્યક્ષ છે.
જીવનો અભાવ હોય તો હું એમ તમે કઈ રીતે માનો છો? કેમકે, વિષયના અભાવે વિષયનો અભાવ હોય છે, જો શરીરને વિષય માને તો જીવરહિત શરીરમાં પણ બહું પ્રત્યય થવો જોઈએ. વળી, જીવસંબંધી “હું” પ્રત્યય થતાં “હું છું કે નથી' એવો સંશય તને કઈ રીતે થાય? “હું એવા પ્રત્યયથી ગ્રાહ્ય આત્મા સદ્ભાવે “હું છુંનો નિશ્ચય થાય છે. જો સંશય હોય તો "હું" પ્રત્યય કોને થાય ? આત્માના અભાવે તો તે પ્રત્યય ન જ થાય.
વળી, આત્માના અભાવે ‘હું છું કે નથી?' એવો સંશય કોને થાય? કેમકે, સંશય એ વિજ્ઞાન નામનો ગુણ છે, અને ગુણ સિવાય ગુણી હોઈ જ ન શકે, જો શરીરને ગુણી માનો તો યોગ્ય નથી કેમકે શરીર મૂર્ત અને જડ છે તથા જ્ઞાન મૂર્તિ અને બોધરૂપ છે, તેથી વિરૂપ પદાર્થોમાં ગુણ-ગુણીભાવ ન સંભવે એમ માનવામાં તો આકાશ અને રૂપમાં પણ ગુણગુણીભાવ માનવો પડે. વળી, જેને આત્માસ્તિત્વમાં શંકા હોય તેને કર્મના બંધ-મોક્ષ-ઘટ-પટ આદિ બધી વસ્તુમાં શંકા હોય. કેમકે આત્માના અસ્તિત્વના નિશ્ચયમાં જ સર્વવસ્તુનો નિશ્ચય થાય. વળી, (૧) “હું” એવા પ્રત્યયથી પ્રત્યક્ષ એવા આત્માને છુપાવનારને “શબ્દ અશ્રાવણ છે વગેરે વચનની જેમ પ્રત્યક્ષ વિરૂદ્ધ નામનો પક્ષાભાવ નામનો દોષ છે. (૨) “શબ્દ નિત્ય છે” એવા વચનની જેમ તેમનું વચન અનુમાન વિરૂદ્ધ પણ છે. (૩) “હું સંશયી છું' એમ માનીને પછી “હું નથી” એમ કહેનારને “કર્તા અનિત્ય છે, આત્મા અચેતન છે” વગેરે સાંખ્ય દર્શનના વચનની જેમ અભ્યપગમ વિરોધ નામનો દોષ પ્રાપ્ત થાય છે. (૪) બાળ-ગોપાળસ્ત્રી આદિને પ્રસિદ્ધ એવા આત્માના અપલાપ કરનારનું વચન “ચંદ્ર નથી” જેવા વચનની જેમ લોકવિરૂદ્ધ છે. (૫) “હું છું, કે નથી ?' એમ બોલનારનું વચન “મારી માતા વાંઝણી છે” વગેરે વચનની જેમ સ્વવચન વ્યાઘાતવાળું છે. આ રીતે પ્રત્યક્ષાદિ બાધિત પક્ષમાં પક્ષધર્મતાથી તારો હેતુ હોવાથી તે અસિદ્ધ છે. પિશાચાદિમાં પાંચમાંથી એકે પ્રમાણ પ્રવર્તતું નથી. તેથી પાંચ પ્રમાણનો વિષય જેમાં ન હોય એ અસત્ છે એ તારો હેતુ પણ અનેકાંતિક છે. તથા આત્મા અનુમાન પ્રમાણથી સિદ્ધ થતો હોવાથી તારો હેતુ વિપક્ષમાં રહી જતો હોવાથી તે હેતુ વિરૂદ્ધ પણ છે.
સ્મૃતિ-જિજ્ઞાસા-સંશય વગેરે જ્ઞાન એ આત્માના ગુણો છે તે સ્વસંવેદ્ય પ્રત્યક્ષ સિદ્ધ છે એટલે તે ગુણોવાળો આત્મા પણ પ્રત્યક્ષ છે. જેના ગુણો પ્રત્યક્ષ તે ગુણી પણ પ્રત્યક્ષ.