________________
શ્રી વિશેષાવશ્યક ભાષ્યમ્
પ્રશ્ન-૧૦ – જો આ રીતે હોય તો આવશ્યકથી જ પરંપરાએ મોક્ષફળ થાય છે અને તેના અનુયોગથી થતી ફળ પ્રાપ્તિ નથી એમ નિષ્કર્ષ આવ્યો પરંતુ અહીં તો અનુયોગની જ ફળચિંતા પ્રસ્તુત છે એ કઈ રીતે?
ઉત્તર-૧૦ – સાચું છે, આવશ્યક વ્યાખ્યાં છે. તેનું વ્યાખ્યાન અનુયોગ છે, વ્યાખ્યાનમાં વ્યાખ્યય ગત જ સર્વ અભિપ્રાય પ્રકટ કરાય છે એથી જે વ્યાખ્યયનું ફળ તે વ્યાખ્યાનનું પણ અવશ્યમેવ જાણવું, કારણ કે બંનેનો અભિપ્રાય એક જ છે તેથી મોક્ષસ્વરૂપ ફળની ઈચ્છાવાળાએ આવશ્યકના અનુયોગમાં અવશ્ય પ્રવર્તન કરવું જોઈએ. તેનાથી પણ જ્ઞાનક્રિયાની પ્રાપ્તિ અને તેમના દ્વારા મોક્ષફળની સિદ્ધિ થાય છે.
પ્રશ્ન-૧૧ – ઠીક છે, તેમ છતાં તે બંનેમાં જ શામાટે પ્રવૃત્તિ કરવી? અન્ય કોઈ ષષ્ટીતંત્રાદિમાં કેમ નહિ? - ઉત્તર-૧૧ – કારણથી કાર્યની સિદ્ધિ થાય છે. અકારણથી નહિ. કેમકે, સુવિદિત કારણમાં પ્રવર્તતા પંડિતજનો વિધ્વરહિતપણે ઇચ્છિત કાર્યને સાધે છે. નહિ કે કારણ વિના, નહિતો ઘાસના તણખલાથી પણ હિરણ્ય-મણી-મોતી વગેરેની પ્રાપ્તિ થઈ જાય અને એમ થાય તો આખું વિશ્વ દરિદ્ર થઈ જશે. કારણ બધાની કિંમત સરખી થઈ જશે. અને આવશ્યકાનુયોગ જ પરંપરાએ મોક્ષનું કારણ છે, ષષ્ઠિતંત્રાદિ નહિ કેમકે એ તો પંરપરાએ પણ આવશ્યક અનુયોગની જેમ મોક્ષના સાધક બનતા નથી.
યોગદ્વાર ગાથા-૪ – ભવ્ય મોક્ષમાર્ગોભિલાષી અને ગુરૂઉપદેશથી પરિણત હોય તેવા મુનિઓને પ્રથમ યથાયોગ્ય પવિધ આવશ્યક બતાવે છે અને શિષ્યને આપવાના અવસરે શરૂમાં આવશ્યકને પ્રતિપાદન કરતાં તેનો અનુયોગ પ્રતિપાદિત થયેલો જ સમજવો.
પ્રશ્ન-૧૨ – ભવ્યાદિવિશેષણથી વિશિષ્ટ એવા જેને પહેલા આ આવશ્યક યોગ્ય છે તેને માત્ર યોગ્ય છે એમ જાણીને આચાર્યો આપે છે કે એમાં બીજો કોઈ વિધિ છે?
ઉત્તર-૧૨ – એવા શિષ્યને પાંચ નમસ્કાર મંગલ કરાવા પૂર્વક વિધિથી-પ્રશસ્ત દ્રવ્યક્ષેત્ર-કાળ-ભાવરૂપ પ્રશસ્તદિશાસંમુખ રહેલાને સામાયિકાદિ આવશ્યક આપે છે. માત્ર યોગ્યતા જાણીને નહિ. ત્યારપછી પણ આચારાદિ શ્રત આપે છે અને યાવત્ શ્રુતસમુદ્રને પાર પણ પહોંચાડે છે, અર્થાત્ અવસરે અવસરે સમસ્ત શાસ્ત્રના પારગામી બનાવે છે પણ પ્રસ્તુતમાં માત્ર અનુયોગ પ્રદાનક્રમનો જ અધિકાર છે.