________________
ગુજરાતી પ્રશ્નોત્તર
(૨) ઓઘ નિષ્પન્ન - નામનિષ્પન્ન-સૂત્રાલાપકનિષ્પન્ન એ ૩ પ્રકારે નિક્ષેપ કહેવો તે. (૩) સૂત્ર અને નિયુક્તિ ભેદથી બે પ્રકારનો અનુગમ કરવો. (૪) નૈગમાદિ ભેદથી ૭ પ્રકારના નયો બતાવવા.
૨. આરંભ કરવા નજીક લાવવું તે ઉપક્રમ, નજીક લાવેલ શાસ્ત્રનું નામાદિ ભેદોથી સ્થાપન કરવું તે નિક્ષેપ, ઈત્યાદિ શબ્દની વ્યુત્પત્તિરૂપ નિરૂક્ત કહેવો.
૩. ત્યાર પછી, ઉપક્રમાદિ દ્વારોનો નિયત ક્રમ કહેવો, જેમ કે, આરંભ નહિ કરાયેલાનો નિક્ષેપ નથી કરાતો, નિક્ષેપ વગર અનુગમ ન થાય, વગેરે.
૪. નગરના દષ્ટાંતની જેમ આ તારો ઉપકારી છે, જેમ કે કોઈ કિલ્લાવાળું મોટું નગર એક પણ દરવાજા વિનાનું હોય તો લોકો તેમાં રહેતા નથી. એક દરવાજો હોય તો પણ પ્રવેશ-નિર્ગમ મુશ્કેલ બને એટલે નાના-નાના અનેક દરવાજા સહિત મુખ્ય ચાર દરવાજા હોય તો બધા સુખથી રહે એમ, શાસ્ત્ર પણ ઉપક્રમાદિ દ્વારોવાળું હોય તો સુખ બોધવાળું બને. આમ ઉપક્રમાદિ દ્વારોનું પ્રયોજન કહેવાશે.
ફળદ્વાર જ્ઞાન-ક્રિયા દ્વારા મોક્ષ સાધ્ય થાય છે. ત્યાં કોઈ શંકા ઉઠાવે છે.
પ્રશ્ન-૯ – જો જ્ઞાન-ક્રિયાથી મોક્ષ હોય તો આવશ્યકાનુયોગની શી જરૂર છે કે જેનાથી ફળની પ્રાપ્તિ થાય ત્યાં જ બુદ્ધિમાન પ્રવૃત્તિ કરે?
ઉત્તર-૯ - આ આવશ્યક એ જ્ઞાન-ક્રિયાનું કારણ છે તેથી તે જ્ઞાન-ક્રિયા સ્વરૂપ જ છે, તેથી તેના વ્યાખ્યાનનો પ્રારંભ કર્યો છે કેમકે કારણથી કાર્યની સિદ્ધિ થાય છે. જેમકે, આયુષ્યની વૃદ્ધિ કરવાના કારણે ઉપચારથી લોકમાં “વૃતમયુ' કહેવાય છે. “વિનોદ્ર' પાદરોગમાં કારણ હોવાથી પાદરોગને જેમ નવલોદક કહેવાય છે એમ પ્રસ્તુત અનુયોગ વિષયીકત સામાયિકાદિ ષડૂધ્યયનસૂત્રાત્મક આવશ્યક પણ સમ્યજ્ઞાન-ક્રિયાનું કારણ હોવાથી તસ્વરૂપ જ છે તેનું અધ્યયન-શ્રવણ-ચિંતન તદુકતાચરણમાં પ્રવૃત્ત થયેલાને અવશ્ય સમ્યજ્ઞાન-ક્રિયાની પ્રાપ્તિ થાય છે. અને એનાથી મોક્ષફળની સિદ્ધિ થાય છે. તેથી ઉક્તન્યાયે જેમ આવશ્યક જ્ઞાનક્રિયાત્મક છે તે કારણથી આવશ્યકનું વ્યાખ્યાન એ અનુયોગ છે એટલે તેના વ્યાખ્યાનનો આરંભ પ્રેક્ષાવાનો કરે તો એમાં વિરોધ થતો નથી. આ રીતે આવશ્યકથી સમ્યજ્ઞાન અને ક્રિયાની પ્રાપ્તિના દ્વારથી મોક્ષલક્ષણ સ્વરૂપ ફળની સિદ્ધિ થાય છે.