________________
૬૨] પરમાર્થ એ વહેતી નિર્મળ નદી છે,
સ્વાર્થ એ ગંદુ ખાબેચિયું છે અપમાન, તિરસ્કાર, નિંદાના પ્રસંગને તું એક નવી દષ્ટિથી નિહાળજે. ક્ષમાના પાઠ તે ઘણે ગોખ્યાં, આજે મારા ક્ષમા
ધર્મની પરીક્ષાને ધન્ય દિવસ છે. - શાસનદેવ !
સહાય કરજે ક્ષમાના પ્રદાનમાં, પ્રથમ શ્રેણિમાં પ્રથમ આવું.”
હું જડને પૂજારી નથી કે જડથી ઉશ્કેરાટ અનુભવું, મુક્ત મને હસતાં હસતા કહીશ તમે મારા ગુરુ છે. તમે જે રીતે જે શબ્દ વાપર્યા તે હું પણ વાપરીશ તમારી જ પદ્ધતિએ. ફક્ત ફરક એટલે દુષ્ટ વ્યક્તિ ઉપર નહિ પણ મારા મનની દુછવૃત્તિ ઉપર. - મહાત્મા !
તું શ્રમણ જ નહિ, સુમન છે, પુષ્પ છે. પુષ્પ પમરાટ ફેલાવે, કરમાઈને પણ સુગંધને સંદેશે વિશ્વને આપે. તું વિચારજે. હું મારા મનની વૃત્તિને સુમન બનાવીશ અહિત ચિંતકનું અહિત કરવું. વાડકી આપવી અને લેવી એ તે સંસારીની પદ્ધતિ.
માન આપે તેને માન આપવું, અપમાન કરે તેનું અપમાન કરવું, બેલાવે તે બેલવું ન લાવે તે ના બેલવું, આપણી નિંદા કરે તેની નિંદા કરવી, આપણી પ્રશંસા કરે તેની પ્રશંસા કરવી, આપણું કામ કરે તેનું કામ કરવું ન કરે તેનું ના કરવું, - આપણી સાથે સંબંધ રાખે તેની સાથે સંબંધ રાખવે, - આપણી સાથે સંબંધ ન રાખે તેની સાથે ના રાખવે,