________________
વાર્થની સાધના પણ પરમાર્થ માટે કરે. [ ૩૫૫ કરવાનું છે. આત્મિક આરાધનામાં તત્પર બનવાનું છે. દેહનું મમત્વ ત્યાગી દેહ દ્વારા આમિક આરાધનાનું મંગલકાર્ય સિદ્ધ કરવાનું છે.
દેહનું મમત્વ છૂટે એટલે અપ્રમત્તભાવ વધે. દેહનું મમત્વ છૂટે એટલે શુદ્ધ આહાર ગ્રહણ થાય. દેહનું મમત્વ છૂટે એટલે ઉગ્ર વિહારની આરાધના
થાય,
દેહનું મમત્વ છૂટે એટલે જિનાજ્ઞાની તત્પરતા પ્રગટે.
આમ દેહાધ્યાસ ત્યાગ થવાથી ગુણની જડીબુટ્ટી સહજ મળે. જે મહાત્મા અલ્પકાળમાં આરાધના– સાધના કરી સિદ્ધિના પંથે સંચર્યા તેમને દેહનાં મમત્વ છેડ્યાં હતાં. શ્રેણિક મહારાજાના ખેાળામાં કરમાઈ જનાર ભદ્રા માતાના કમળ ફૂલ સમા શાલિભદ્રજી વૈભારગિરિની તપ્તશિલા પર અનશન કેવી રીતે આદરી શકે? શું ગિરિની લૂ તેમના દેહને ભરખી ના જાય ? કેમળ શાલિભદ્ર કઈ રીતે અનશન કરી શકયાં? કહેવું જ પડશે, પ્રભુની વાણનાં અમૃતરસાયણ ઘોળીને તેમણે પીધાં. દેહનું મમત્વ છેડી ઉગ્ર ચારિત્રનું પાલન કર્યું. અંતે અનશન દ્વારા વૈભારગિરિને ધન્ય બનાવે.
કમળતા...શાતાની ઝંખના સુંવાળા સ્પર્શની ભાવન... આરામપ્રમત્તતા બધું દેહાધ્યાસ જાય તે દૂર હટે. ભલા સાધક!. “એક ગુણની એવી સાધના કરી જેથી તારા હજારે દાણ હટે.”