________________
પ્રાંતિ... દેવેન્દ્રોના સુખને પણ વામન કરી દેનાર, મોક્ષના અનત સુખને સાચે નકશે સમજાવનાર સંસારના આધિ -વ્યાધિ અને ઉપાધિના વિવિધ તાપની વચ્ચે કમળની માફક નિલેપ રાખનાર જે કોઈ પરમ સુખ હોય તે તે સુખ છે સ્વાધ્યાયનું.
આવા સ્વાધ્યાયનું કંઈક “સુખ પ્રાપ્ત થાય છે ત્યારે આત્મા આનંદ વિભેર બની જાય છે. અનુત્તર દેવના તેત્રીશ સાગરોપમ પણ ક્ષણવારમાં કેમ પસાર થઈ જતાં હશે તે આવા ગ્રંથના મનમાં ને લેખન વખતે સમજાય છે.
મને તે મારા જીવનની એ ક્ષણે ધન્ય ક્ષણે લાગી છે કે જ્યારે આ ગ્રંથના ચિંતન વખતે મારું મન એકાગ્ર થતું હતું. ઘણીવાર તે એમ લાગ્યું છે કે કોઈ સુચોગ્ય વાંચક આત્માનું નિર્મલ પુણ્ય મારી પાસે લખાવી રહ્યું છે.
મારા શુભેચ્છકો કહે છે કે “આ લખાણ શ્રેષ્ઠ છે.” પણ, મને લાગે છે કે, શ્રેષ્ઠતા તેઓની દૃષ્ટિમાં છે, મેં તે મારા મનને પ્રસન્ન કરવા, મારા મનને આ કષાયેમાંથી કૂદકો મરાવવા, બહાર ફરતી ઇન્દ્રિયને અનંત શક્તિશાળી આત્માની જોડે સાંકળી રાખવા એક નાને પ્રયત્ન - કર્યો છે.