________________
૩૬૮]
આ સમજ આપે તે સદ્દગુરૂ મહાપુરુષના સાંનિધ્યે દુષ્ટભાવના દૂર જશે, તારું સમતા. સામ્રાજ્ય વિકસિત બનશે. તારું ભગીરથ કર્તવ્ય છે કષાયસંતપ્ત આત્માને શાંતિનાં જળ પિવરાવવાનું ! તારા કર્તવ્યથી ભ્રષ્ટ થઈ છે તું અશાંત બનીશ તે વિશ્વને કેણ શાંતિનાં અમીપાન કરાવશે? તને થશે મને બધા કેમ આટલું બધું કહે છે? મારે જ બધાનું સાંભળવાનું? તને કહેનારા તારા સ્નેહી છે! હિતવી છે! તારા મંગલવા છુક છે. તારા મંગલ માટે તેને સૂચન કરે છે. મને આશા છે, તું હિતકામી છે એટલે હિતસ્વીની વાત અવશ્ય માનીશ ! ભાવના તારે ભવનાશ કરે એજ તને હિતસ્વીના આશીર્વાદ છે. પ્રભુ !
ભાવને ભૂખે હું ભાવના કેમ ન ભાવું ? પણ હું બાળક સ્વસ્વભાવ પ્રાપ્ત કરી શકતો નથી, વિભાવ છોડી શકતું નથી. આપે બતાવેલી શુભભાવનાની સોપાનશ્રેણી પર ચઢવા અવશ્ય પ્રયત્ન કરીશ-મારે પણ સમતાની વિશાલ સમભૂમિના સૌંદર્યમાં મુક્ત વિહરણ કરવું છે!
આપો આશિષ મારાં સોણલાં સફળ બને !