________________
૩૫૪ ]
આચાર શાસ્ત્રાનુ જીવંત રૂપ
વાસદ્ઘકાએ વિહરેના' દેહનુ' મમત્વ વિદાય થાય તે લાખા દુર્ગુણ જાય. દેહનું મમત્વ આવે તે લાખે। અવગુણની અભિવૃદ્ધિ થાય.
E ‘દેહનું મમત્વ એ દુÖણુરૂપ શુ'ડાટોળીના નેતા, નેતા પલાયન નહિ થાય તેા તેની ટાળકી વધવાની જ.'
દુનિયાના પ્રત્યેક પાપનાં મૂળ તપાસીએ તે માલૂમ પડે છે, દેહના મમત્વનાં બીજ ઉપર જ પાપનું વૃક્ષ પાંગરે છે.”
જ્યાં મમત્વ ત્યાં લેાભ; જ્યાં લાભ ત્યાં પતન, અગિયારમાં ઉપશાન્તમાહ ગુણસ્થાનકેથી પતન કેમ ? સૂક્ષ્માતિસૂક્ષ્મ લેાભને ઉદય, દીવાસળીની એક કાંડી જેમ લાખેડ મણુ રૂને ક્ષણમાં હતુ ના હતુ, કરી દે તેમ લાભના ઉદ્દય રૂપ ભયંકર વાવટાળ થવાથી આરાધનાની ઈમારત કક્કડ ભૂસ થઈ જાય છે.
મમત્વ હાય તા સવનાશની ભય ંકર આંધી આવવાની જ. તેથી મમત્વ જ ના જોઇ એ. રાજના પ્રતિક્ષણના સાથી દેહ ઉપર મમત્વ નહીં રાખવાનુ તે પછી વિશ્વની કઈ વસ્તુ ઉપર મમત્વ રાખવાનું ?
છતાં જૈનશાસનની સૈદ્ધાંતિક વાત ખૂબ સમજવા જેવી છે. ‘વાસકૂકાએ’ એટલુ નથી કહ્યુ પણ વાસકાએ વિહરેજજા કહ્યું છે, કાયાનું મમત્વ છોડી માત્ર અનશન નથી કરવાનું પણ વિહરણ કરવાનુ છે. આમ, સ્વભાવમાં રમણ