Book Title: Uttaradhyayan Sutra Chintanika
Author(s): Vanchyamashreeji
Publisher: Labdhi Vikramsuri Sanskruti Kendra

Previous | Next

Page 396
________________ ૩૫ર ] સમતા જ આત્માની આજ્ઞા માતા છે. તેના રહસ્યને જીવનમાં સફળ રીતે જીવી જાણવું ખૂબ કઠિન છે. | મુસાફરીમાં ચાર કલાક મળેલ માણસની પણ વાહ ક્યારેક મનને સતાવી જાય છે. અરે....અરે સ્વપ્નના દશ્યથી પણ માણસ વિહવળ બની જાય છે, તે દેહ સાથે રહેવાનું અને દેહનાં મમત્વ નહિ કરવાનાં? આ શકય હકીક્ત કે અશક્ય હકીકત...? ભલા સજજન! ' પ્રત્યેક સાધના કઠિન હોય છે. સાધ્ય હોય છે પણ અશક્ય નથી હોતી. દેહમાં રહેવાનું, દેહનાં જતન કરવામાં પણ દેહના મમત્વમાં આવવાનું નહિ. દેહાધ્યાસ પર કડક ચોકીપહેરે કરવાનેદેહને સ્પષ્ટ ચેતવણી આપી દેવાની...મારું આ શરીર હવે શાસનની સંપત્તિ છે. ધર્મલાભના ટ્રસ્ટમાંથી તેને અન્નપાણી, વસ્ત્ર અને નિવાસ મળે છે. હવે તારે કાર્ય પણ શાસનનું જ કરવું પડશે. પ્રતિક્ષણ ધર્મધ્યાન અને શુકલ ધ્યાનની અભિવૃદ્ધિ કરવામાં સહાયક બનવું પડશે. જો ધર્મધ્યાન, શુકલધ્યાનની લગની લાગી જશે તે દુનને પોબારા ગણવા જ પડશે. સિક્કાએ એટલે દેહ દ્વારા મેક્ષનાં કાર્ય કરાવ-- વાનાં. શરીર મળ્યું કર્મથી પણ તેને કહી દેવાનું તું સાધુનું શરીર’ સાધુ શાસનને સમર્પિત. તે સાધુના શરીરને હર્વે શાસનની શરણાગતિ સ્વીકારવી જ રહી.

Loading...

Page Navigation
1 ... 394 395 396 397 398 399 400 401 402 403 404 405 406 407 408 409 410 411 412 413 414 415 416