________________
૪૪, એવં અલિત્તા કામેહિં વય
* બૂમ માહણું છુ
રેતી, માટી અને કાદવ ત્રણે પૃથ્વીની જાતિ પણ ત્રણ વચ્ચે કેટલો બધો ફરક! એક કપડાને અડે પણ ખંચેરો એટલે દૂર થઈ જાય...એક પાણી વડે ધૂઓ એટલે હટે અને એક કેટલી બધી મહેનત કરે ત્યારે દૂર થાય....!
માટીની જાતિ સમાન પણ ખુદની પ્રકૃતિ વિષમ. જેની પ્રકૃતિ વિષમ તેની પ્રત્યે સદા સાવધ રહેવું પડે, જેની પ્રકૃતિ સમ હોય, સરળ હોય તેનું કશું ધ્યાન ન રાખીએ તે ચાલે.
આ વિશ્વમાં સંસારી પણ જીવે છે અને આ સંસારમાં સાધુ પણ જીવે છે. જીવન ટકાવવા જીવનની જરૂરિયાત સૌને પૂરી પાડવી પડે છે. પણ એકનું જીવન સંસારને બેઝ બને છે, એકનું જીવન સંસારને સુગંધિત અને સૌંદર્યથી મુગ્ધ કરે છે.
સરોવરના કિનારે કઈવાર પહોંચી જઈએ છીએ. સરોવરની શોભા નિહાળતાં વાયુ દ્વારા નૃત્ય કરતાં કમલ તરફ માનવીની આંખ ખેંચાય છે, પાણી અને કાદવથી પેદા થયેલ પાણી અને કાદવ વચ્ચે જીવન વીતાવનાર કમલ તરફ દષ્ટિ સ્થિર થાય ત્યારે લાગે, કેઈ નિલેપ મહાત્માની જેમ કમળ સમાધિમાં મસ્ત છે. જલ તરંગ