Book Title: Uttaradhyayan Sutra Chintanika
Author(s): Vanchyamashreeji
Publisher: Labdhi Vikramsuri Sanskruti Kendra

Previous | Next

Page 393
________________ ત્યાગ અને વૈરાગ્ય માટે મનુષ્યજીવન અખાડા છે. [૩૪૯ આહાર માટે કયાંય ના ફરતા... ના રખડતા....પણ શુદ્ધ ભિક્ષા માટે છ મહિના પરિભ્રમણ કરવુ પડે તા પણ થાકતા નહિ, કંટાળતા નહિ ! આહારની અસર તનમન ઉપર સીધી થાય છે.. અશુદ્ધ આહાર શરીરમાં ખળભળાટ કરે. ક્ષુબ્ધ શરીર મન સામે મેરચે! માંડે. પરિણામે ક્રોધ અને સમતાને નાહક જંગ જામી જાય. ભિક્ષા એ સાધુને સાચા પુરીક્ષાકાળ છે. અધ્યયન કરેલ આગમ ગ્રંથાના મૌન જવાબ ભિક્ષા લેવાની પ્રવૃત્તિથી સમજાઇ જાય છે. પદ્મિની જેવી સ્ત્રી મેહક વહેરાવી રહી છે. મુનિ નીચી નજરે ના કહી રહ્યા છે. આ અદ્ભુત કલાના દર્શીનથી જ વાંસના મંચ ઉપર નૃત્ય કરતા ઈલાચીકુમારને કેવલજ્ઞાન ઉત્પન્ન થયું. જે સાધુ સ‘યમયાત્રાના નિર્વાહ માટે ભાજન જેવી ચીજના સ ંગ્રહ અને પરિગ્રહ ના રાખે તેને વજ્ર, પાત્ર, ધન અને ઘરના સંગ્રહ અને પરિગ્રહ તેા કયાંથી જ હાય ? આ વાત સહેલાઈથી આખાલ ગેપાલ સમજી શકે ! ! ! સાધુને અનુભવ થાય છે કે આહાર પચાવવા જેટલે સમય પણ ભાજન પેટમાં રહે છે તેા ભજનમાં વિક્ષેપ થાય એટલે ભેાજનથી પણ ઉપાધિ જ વધે. તેા પછી ભેજન તૈયાર કરવાની ઉપાધિ હાય તા જેમ ખીજમાંથી વૃક્ષ પેદા થઈ જાય, તેમ સ ંસારનાં સમસ્ત પાપા ત્યાં પાંગરી જાય !

Loading...

Page Navigation
1 ... 391 392 393 394 395 396 397 398 399 400 401 402 403 404 405 406 407 408 409 410 411 412 413 414 415 416