________________
૩૨૦ ] ભુલ કહેનાર ફૂલ જેવા લાગે તેા સમ્યક્ત્વ. થાય છે પણ....શાંતિની વૃષ્ટિ થાય છે ? તીર્થંકર પરમાત્માના સાંનિધ્યમાં પણ શાંતિની વૃષ્ટિ નહિ. પણ....શાંતિની સાધના જરૂરી છે.
પ્રત્યેક સાધકે, પ્રત્યેક આરાધકે ખૂબજ શાંત અને સ્વસ્થ ચિત્તે વિચારવા જેવી વાત છે. જગત બાહ્ય બધી અનુકૂળતા કરી આપશે. પણ શાંતિ અને સમાધિ પણ તને કાઈ કરી આપશે એવી અપેક્ષા જો તુ રાખે તેા કહેવું પડે કે શાંતિ–સમાધિને તુ' સમજ્યું જ નથી. સમાધિ કે શાંતિ કોઇ એવી ચીજ નથી કે કોઇ સ્થળે જઇને લઇ અવાય. સમાધિ–શાંતિ આત્માએ પ્રાપ્ત કરવાની છે. સમાધિ–શાંતિ અપાતી નથી પણ મેળવાય છે. શ્રી ઉત્તરાધ્યયનસૂત્રનું પદ્મ ખૂબ મા`િક છે, ‘સમાહિ... પડિસ'ધએ' સમાધિનું પ્રતિસ ધાન કર. સમાધિની પાછળ લાગીએ તે આપણા આત્મામાં રહેલ સમાધિ પ્રાદુર્ભાવ થાય.
સમાધિ કોઇના કમ ક્ષયથી ના મળે. પણ આપણી પેાતાના કમ ક્ષયથી મળે. તેમ અસમાધિ પણ કોઈના કારણે ના મળે પણ આપણે આત્મા કષાયને આધીન અને તે અસમાધિ પ્રાપ્ત થાય. પ્રત્યેક વ્યક્તિને શારીરિક કષ્ટની મર્યાદા હાય જ. પણ પ્રત્યેક વ્યક્તિને માનસિક કષ્ટ અમમાંંદિત જ હાય !'
મહાપુરુષના હૃદયની ભૂમિકા એટલી ઊંચી ઉઠેલી હાય છે કે તેમને સ્વના દુઃખના વિસ્મરણ હૈાય છે. તેમને પરના