________________
૩૩૦ ]
ક્રાધને નિષ્ફળ કરે તે યોદ્ધો
આત્મામાં કંઇક નવ્ય-ભવ્ય-દિવ્ય ચિંતન જાગે એ માટે જ છે. તું પણ ભવ્યાત્મા છે. પ્રભુના ચારિત્ર ધને પામ્યા. તારા સાહસને નમન અને વંદન. પણ હવે અધવચ્ચે ઊભે ના રહેતા, થાકીને વિશ્રામ ના કરતા. જેમ માણસ લેખનકાર્ય કરતા જાય તેમ તેના અક્ષર સુદર થતા જાય તેનાવિચાર પ્રૌઢ થતા જાય. વિચારનું સુંદર પૃથક્કરણ કરી શકે. તેમ હવે તારે પણ મને થોડા જવાબ આપવા પડશે. તારી આરાધના અને સાધનાના ચાપડાનાં લેખાંજોખાં કરવાં છે. નફા, જમા, ઉધારનાં પાસાં તપાસવાં છે.
દીક્ષા લીધી ત્યારની ત્રણ વર્ષોંની તારી મનોભૂમિકા સ્પષ્ટ કર.' પછી હવે ખાર વર્ષે ખાદ તારી મનેભૂમિકા સ્પષ્ટ કર. પહેલાં કોઈ લડે તે, દુઃખ થતું હતું. હવે કોઈ ઠપકા આપે તે દુઃખ થાય છે. તા તારા સંયમના સરવાળે સાચા. પહેલાં ઉપવાસ, આયખિલની ગણતરી રાખતા હતા હવે કમ ક્ષયની ગણતરી રાખે છે? તેા તારી સયમની સાધના ગુણાંકવાળી. પહેલાં બધાની ફરિયાદ કરતા હતા હવે તારા અવગુણુંાની ફરિયાદ કરે છે? તે તારું તે સંયમગુણપ્રાપ્તિનું કારણ બન્યું. પહેલાં સ્વપ્રશંસાનું બેસૂરુ સંગીત વહાવતા હતા. હવે ગુણીજનની પ્રશંસાના મધુરા સુરાથી વિશ્વને સભર કરે છે? તે તારા ચારિત્ર રૂપ મંદિર ઉપર સુવર્ણ કળશ ચઢે છે.
શુદ્ધ ચારિત્રના આરાધન માટે આંકડાની કિંમત