________________
૩૪૪] માનવનું દાન એ મહાનતાની કલા છે. * ઉત્તરાધ્યયન સૂત્રની ટીકામાં સુદ્રને અર્થ કર્યો છેસર્વને અહિતષી. અવગુણને ફેલાવો કરનાર સર્વનું અહિત કરે. સર્વનું અપમંગલ કરે. ક્ષુદ્રતાથી સાતમી નારકની પણ ભયંકર ઘેર ખોદાય છે. તેથી સાધક ! તું સાધનાના માર્ગે સંચર્યો. હિંસા થાય તે આલેચના લે છે. જૂઠ બેલાય તે આલોચના લે છે, તેમ ક્ષુદ્રતાની પણ આલેચન લઈ શુદ્ધ બન, ક્ષુદ્રતા પણ તારા આત્માને અનેક પ્રકારના મહાન લાભોથી દૂર રાખશે. તારી આત્મિક યોગ્યતાને વધારવા અક્ષુદ્ર બન.
સાથે બીજી વાત પણે ઉત્તરાધ્યયન સૂત્રની યાદ રાખી લેજે. સહસાવૃત્તિ કરનારમાં પણ કૃષ્ણલેશ્યાને પરિણામ પેદા થાય છે. શું કરું ? મારે ઉતાવળિયે સ્વભાવ છે. ઉતાવળમાં કઈક કરી નાખું છું. પણ પછી મારા મનમાં કંઈ હેતું નથી.
ભલા સજજન ! શાસ્ત્રમાં કહ્યું છે. વિચાર્યા વગર પ્રવૃત્તિ કરે તે સાહસિક. આ સ્વભાવ પણ અનેક પાપને પેદા કરે છે. કોઈ ગમે તે પ્રમાણપત્ર આપે તેનાથી ખુશ ન થા. તારું મન તારો આત્મા તને શું કહે છે? કાર્ય કરતાં પહેલાં પરિણામને વિચાર કરે છે?
કા પરિણામને વિચાર કર્યા વગરની પ્રવૃત્તિ પરિણામે આત્મામાં કૃષ્ણલેશ્યા પેદા કરે છે.”