________________
૩૨૮ ]
સંયમ એટલે ક્ષમાને ઘધે. આરોગ્ય માટે. હેપીટલમાં પ્રવેશ આરોગ્ય માટે તેમ પ્રભુનું ચારિત્ર કષાયના નાશ માટે....ચારિત્રને સ્વીકાર કષાય નાશ માટે, તે પછી ચારિત્રને પાલન કષાયના ક્ષય માટે જ હોય. ભવ્યાત્મા! “પ્રભુના ચારિત્રની જડીબુટ્ટી મળી છે તે હવે આત્મિક ગુણની પ્રાપ્તિમાં લાગી જા.”
જેમ જેમ તારાં ચારિત્ર પર્યાયનાં દિવસમાસ અને વર્ષ વધતાં જાય તેમ તેમ તારામાં સદ્દગુણની વૃદ્ધિ થવી જોઈએ. તેથી જ માળા ગણવાની “અગુણિરસ નથિ મુફખો.' ગુણ વિના મિક્ષ નહિ, મેક્ષ ન મળે ત્યાં સુધી મને ચેન નહિ, જંપ નહિ. મેક્ષનું લક્ષ્ય સિદ્ધ કટ્વા તે ગ્રામનગર-ગોત્ર-માતા-પિતા નામ અને વેશ બદલ્યાં. મેક્ષનું લક્ષ્ય સિદ્ધ કરવા મહાવ્રત સ્વીકાર્યા. આ જન્મમાં સાધ્યની સિદ્ધિ નહિ કરું તે કયારે કરીશ? જિંદગીને જે દાવ લગાડે પડે તે લગાવીને પણ સંયમની બાજી જીતી જવી છે. હવે હાર ખાવી પિષાય તેમ નથી. સમજ ન હતી ત્યાં સુધી રેતીના ઘરને ભવ્ય ઈમારત સમયે પણ સમજ આવ્યા બાદ તે ફરક પડે જ. ગુરુકૃપા ન હતી. ત્યાં સુધી એટલું જ વિચાર–મને દીક્ષા લીધે કેટલાં વરસ થયાં? મારાથી નાનું કોણ? હું કેટલાંથી મેટો? આંકડા દ્વારા જ સાધનાને માપતું હતું. ગુણવત્તાને લક્ષ્યાંક જ ન હતું. હવે સમજાય છે. “મેરૂ પર્વત જેટલા ઘા મુહપત્તિ ક્યાં પણ કેમ તયે નહિ? વેશ બદલ્યું હતું, પણ દિલ બદલ્યું ન હતું. પ્રભુ! હવે તમારા પાસે