________________
અનુકૂળતાના ઈચ્છુક ને કષાયને વળગાડ વળગે છે. [ ૨૯૫ દ્વારા કમલપત્ર ઉપર ચઢી જાય છે. પણ તુરત જ હટી જાય છે. કમળ તે પાણી ઉપર તરતું રહે છે, પણ કમળના પાંદડા ય પાણીની દોસ્તી નથી કરતાં! નિઃસંગ બનેલ કમલ વિકસિત હોય છે તેની શોભા ન્યારી છે. કમલને વિશ્વને સંદેશ છે...
“કષાય અને વાસનાના કીચડથી પેદા થયા તેના વડે વધ્યા પણ કષાયમાં જીવાય નહિ. આ બધા સંગ છેડીએ તે પ્રસન્નતા પ્રગટ થાય ! ! !
સાધુ મહા માનું જીવન એટલે કષાય અને વાસનાથી અલિપ્ત. - તેથી જ સાધુ રાજકથા, ભકત (જન) કથા, સ્ત્રી કથા અને દેશકથાથી દૂર. કેઈ પણ રાજ્યમાં કઈ પણ દેશમાં જીવવાનું પણ તે રાજ્યને દ્રોહ કરવા નહિ. રાજ્ય વિરુદ્ધ કરવાનું નહિ, દેશને દ્રોહ કરવા નહિ. દેશની વિરુદ્ધમાં કશું કરવાનું નહિ.
રાજ્યના કાવાદાવામાં જવાનું નહિ, ખુરશી માત્ર કપટ-ખન-મસકાપોલિસીથી નભે. જ્યાં બેસવાનું મીઠું હાયપરપકારની તે વાત જ કરવાની હોય અને સ્વા– ર્થમાં જ તત્પર રહેવાનું હોય તેનું નામ રાજકીય ખટપટો. આવી ખટપટમાં સગાવાદ...પરિચયવાદ.ભાટવાદ બધુંય ચાલે અને છેવટે જ્યાં સ્વના સંરક્ષણ માટે માતા-પિતા– પુત્ર કેઈના સંબંધ રહે નહિ આવી ગંદી રાજરમતથી, તેની વાતોથી સાધુ ક્યારેય લેપાય નહિ.